Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

જો સરકાર ટેકસ સ્લેબમાં ફેરફાર કરે તો ચીનને પણ ટક્કર મારી શકાયઃ રાજકોટ કીચન વેર ઇન્ડસ્ટ્રીનું સૂચન

રાજકોટની ઇન્ડસ્ટ્રી વૈશ્વીક કક્ષાએ ખ્યાતનામ છે ભારતે આત્મનિર્ભર બનવા કરવા પડશે કેટલાક પરિવર્તન

રાજકોટ, તા. ૩૧ : ગુજરાત અને ભારત હવે આત્મનિર્ભર બનાવની રાહ પર છે તેવામાં રાજકોટની ઇન્ડસ્ટ્રી ફરી પછી બેઠી થઇ રહી છે. ભારતના અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે રાજકોટના ઉદ્યોગો કમરકસીને કામઉપર લાગી ગયા છે. રાજકોટનું નામ વૈશ્વિક લેવલે નોંધપાત્ર છે એવામાં ભારત સરકારના આત્મનિર્ભરના સૂત્રને સાકાર કરવા માટે શું જરૂરી છે તે જણાવે છે રાજકોટના ઉદ્યોગપતિ.

ભારતની અર્થવ્યવસ્થા માટે ગુજરાત અતિ મહત્વનું રાજય માનવામાં આવે છે કારણ કે ગુજરાત જ નહીં ભારતના મશીનરી ઉદ્યોગ સાથે રાજકોટ ગુજરાતનો નાતો બહુ જૂનો છે. મશીનરી ઉદ્યોગની વાત હોય કે પછી ચેવડા કચોરીની વાત હોય રાજકોટનું નામ સૌથી પહેલા યાદ આવે. કિચનવેરની આઇટમમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટનું નામ દ્યણું આગળ જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટના ૩૨ વર્ષ જુના કિચનવેર ઉત્પાદન સાથે જોડાયેલા શ્નઉક્રઙ્ગક્નઝ્રલૃ કંપનીના મલિક યશ રાઠોડ જણાવે છે કે લોકડાઉન પછીના સમયમાં હવે ઉદ્યોગો ધીમે-ધીમે ફરી પાછા બેઠા થઇ રહ્યા છે. કિચનવેર ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી અનેક નવા ફેરફારો થતા રહ્યા છે. રાજકોટ કિચનવેર ઉદ્યોગની જ જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અત્યારે જે ટેકસના સ્લેબ રાખવામાં આવ્યા છે જો તે સ્લેબમાં થોડા ફેરફાર કરવામાં આવે તો ભારત આત્મનિર્ભરતાની રાહ ઉપર જ છે. વૈશ્વીક માર્કેટમાં ચીનના માલની માંગ વધુ એ માટે છે કે તેનો કાચો માલ સસ્તો પડે છે જયારે ભારતની વસ્તુ ગુણવત્ત્।ામાં અનેક રીતે સારી હોવા છતાં તેનું કોસ્ટીંગ મોંઘુ પડે છે અને આથી તેની માર્કેટમાં કિંમત વધુ મુકવી પડે છે. ઙ્ગચિનના માલની સંપૂર્ણ આયાત હજુ સુધી રોકી શકાય નથી તેવામાં સ્વદેશી ઉધોગો હજુ પણ ચીનના માલ સામે હરીફાઈ કરવી પડે છે. ભારતની કિચનવેર આઈટમ અનેક દેશમાં એકસપોર્ટ થાય છે આથી એવું નથી કે ભારતની વસ્તુઓની ડિમાન્ડ નથી પણ જો કાચા માલ માટેની કોસ્ટીન્ગથી લઈને તૈયાર વસ્તુ બજારમાં મુકવા સુધીની પ્રક્રિયામાં જો સરકાર તેની ઉદાર નીતિ દાખવે તો ભારતની વસ્તુઓની ડિમાન્ડ વધી શકે તેમ છે અને અત્યારના કપરા સમયે ભારતના અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે આ પગલું અતિ આવશ્યક છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ દર ૧૫ દિવસે કિચનવેર આઇટમમાં નવા નવા ઈન્વેશન સાથે આવતું રહ્યું છે. હજુ પણ વધુ નવા નવા ફેરફાર સાથે નવી સુવિધા સાથે રાજકોટ વૈશ્વીક કક્ષાએ નામના મેળવતું રહેશે.

જો ભારતને આત્મનિર્ભર બનવું હશે તો લેવા પડશે આ પગલાં

ચાઈનાથી આવતા માલને સંપૂર્ણ બંધ કરવાની જરૂર ભારતની લગભગ ૯૬% MSME ઇન્સ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં આવે. દા.ત. GSTમાં ખરીદી ૧૮્રુની છે અને વેચાણ ૧૨%નું છે તો એવામાં ઉદ્યોગોની ૬્રુ જેટલી રકમ સરકાર પાસે રોકાયેલી રહે છે તો તેટલા સમય માટે નાના ઉદ્યોગોની મૂડી રોકાઈ રહે છે જેની અસર ઉત્પાદન ઉપર પણ જોવા મળે છે. યશ રાઠોડ- સેક્રેટરી ઓફ રાજકોટ એન્જીનીયરીંગ એસોશિએશન,સેક્રેટરી ઓફ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ, કમિટી મેમ્બર ઓફ રાજકોટ કીચનવેર મેન્યુફેકચરિંગ બોર્ડ

૧૮% અને ૧૨% સ્લેબને કોમન ૧૫%માં ફેરવવામાં આવે તો હાલની સ્થિતિમાં ૨૦ થી ૨૫% સુધીનો સુધારો જોવા મળી શકે છે.

 ર૦ કલાક કામ ચાલુ

લોકડાઉન પછી દિવસના ૨૦ કલાક કામ કરી રહી છે. રાજકોટ ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે માટે અત્યારે ખાસ જરૂર છે શ્રમિકોને ફરી પાછા બોલાવવાની નેમ :

ચીનની વસ્તુઓ કરતા ભારતની વસ્તુઓ સસ્તી

 વૈશ્વીક બજારમાં ભારત ચીનને ટક્કર મારી શકે તેમ છે જરૂર છે કાચામાલને સસ્તો કરવાનીઃ ચીનની વસ્તુઓ ભારતની વસ્તુઓ કરતા સસ્તી પડે છે.

 

(4:13 pm IST)