Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

JEEની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ : રાજકોટ સહિત ૧૩ જિલ્લામાં ૩૨ પરીક્ષા કેન્દ્રો ઉપર ૩૮ હજાર પરીક્ષાર્થીઓ

JEE અને NEETની પરીક્ષા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક યોજી

રાજકોટ, તા. ૧ : ભારત સરકાર દ્વારા આજથી જેઈઇની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટના ૧૨૫૦થી વધુ છાત્રો મળી સમગ્ર રાજયમાં ૧૩ જિલ્લા મથકોએ ૩૨ પરીક્ષા કેન્દ્રમાં ૩૮ હજાર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ કસોટી આપી રહ્યા છે.

ધો.૧૨ સાયન્સ બાદ ઈજનેરી, ફાર્મસી, મેડીકલ, આયુર્વેદિક હોમિયોપેથીક સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા જેઈઈ અને નીટના આયોજન માટે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વેબીનાર બેઠકમાં સમીક્ષા કરી હતી. આ પરીક્ષાના અંતર્ગત રાજયના વહીવટીતંત્ર દ્વારા કોરોના અને વરસાદી માહોલ વચ્ચે મુશ્કેલી વગર પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યુ હતું.

જેઈઈની પરીક્ષા અમદાવાદના ૩ કેન્દ્રો, આણંદ - ૨, ભાવનગર, સાબરકાંઠા, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નવસારી, રાજકોટ ૪, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લામાં મુખ્ય મથકે પરીક્ષા લેવાઈ રહી છે.

(11:38 am IST)