Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

બગસરાના નવા વાઘણીયામાં જુના મનદુઃખમાં રમેશભાઇ પર હુમલો

મનુ, આશીત, મેહુલ સહિતે કુહાડી-પાઇપના ઘા કર્યા

રાજકોટ તા. ૧: બગસરાના નવા વાઘણીયામાં રહેતાં રમેશભાઇ છનાભાઇ પરમાર (ઉ.વ.૪૦) પર ગામમાં શેરીમાં ઉભા હતાં ત્યારે મનુ નાજાભાઇ, આશિત પ્રવિણભાઇ ચાવડા, મેહુલ બાબુભાઇ સહિતના શખ્સોએ પાઇપ-કુહાડીથી હુમલો કરી ઇજા કરતાં બગસરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બગસરા પોલીસને જાણ કરી હતી.

રમેશભાઇ સેન્ટીંગ કામની મજૂરી કરે છે. તેના સગાના કહેવા મુજબ અગાઉ એક છોકરી જતી રહી હતી તે બાબતે મનદુઃખ રાખી રમેશભાઇ પર હુમલો કરાયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટથી રમેશભાઇને સારવાર બાદ રજા અપાઇ હતી.

(1:06 pm IST)