Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સોરઠીયા રાજપુત યુથ કલબ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

રાજકોટઃ સેવા, સહકાર અને સંગઠનના સુત્ર સાથે સોરઠીયા રાજપુત યુથ કલબ દ્વારા સોરઠીયા રાજપુત સમાજના ભાઇબહેનો માટે 'આપ કી આવાઝ' શિષર્ક હેઠળ ''આજનો માનવ આજનો યુગ'' વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. કોરોના  વાઇરસને લીધે સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાને ધ્યાને લઇ ઘર બેઠા આપ કી આવાઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ. સ્પર્ધાને વિજેતાઓ જાહેર કરવામાં આવેલ. પ્રથમ નંબરે પુજા વિરલભાઇ ભટ્ટી, બીજા નંબરે ઉર્વી યશકુમાર ચૌહાણ, ત્રીજા  નંબરે સુરભીબેન કમલેશભાઇ રાઠોડ જાહેર કરી શીલ્ડ તેમજ સન્માનપત્ર આપી નવાઝવામાં આવેલ. નિર્ણાયક તરીકે ગુજરાતી ભાષા અને વિષય ઉપર પ્રભુત્વ ધરાવનાર પંડીત હિટાચી હોમના અતુલ પંડીત રહયા હતા. આ તકે સોરઠીયા રાજપુત યુથ કલબે તેમનો  આભાર વ્યકત કરેલ.

કાર્ર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા રાજપુત યુથ કલબના ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ (શ્રીશ્રી ઓમ ફાયનાન્સ), અલ્પેશ ગોહીલ, વિરલભાઇ રાઠોડ, ગૌરવભાઇ ચૌહાણ, મિલનભાઇ પરમાર એ જહેમત ઉઠાવેલ હતી. સોરઠીયા રાજપુત યુુથ કલબમાં ભાઇ-બહેનોને જોડાવવા માટે મો.૯૨૬૫૦ ૦૬૪૦૫ ઉપર વોટસએપ કરવા એક યાદીમાં જણાવાયું છે.

(3:16 pm IST)