Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મિલ્કત વિરોધી ગુનાની ફરીયાદ અન્વયે આરોપીના અંશત : આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ૧ :  રાજકોટ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલા, અયોધ્યા ચોક, રાધાપાર્ક મેઇન રોડ ઉપર આવેલ શ્રી દર્શન એપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦રમાં રહેતા ચેતનભાઇ રમણીકભાઇ દવે સામે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ મથકમાં સુભાષભાઇ ધીરૂભાઇ ડાંગર અને કલ્પેશ ખૂંટે કરેલ ગુન્હાહીત વિશ્વાસઘાત, છેતરપીંડી જમીનના પ્લોટ અંગે કરેલ મિલ્કત વિરોધ ગુન્હા અંગેની ફરીયાદ અરજી સબંધે ધરપકડની દહેશતે ચેતનભાઇ રમણીકભાઇ દવેએ રાજકોટ ખાતેની સેશન્સ અદાલતમાં ક્રિ.પ્રો. કોડ કલમ-૪૩૮ અન્વયે આગોતરા જામીન અરજી કરેલ. આ અરજી અન્વયે બન્ને પક્ષે સાંભળી રાજકોટના ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ એન્ડ સેન્શસ જજ શ્રી કે.ડી. દવેએ આગોતરા જામીનમાં જણાવેલ હકિકત મુજબ ડી.સી.બી. પોલીસ રાજકોટે ઉપરોકત વિગતે ધોરણસરની કોઇ ફરીયાદ લીધેલ નથી તેથી તપાસ અંતે ફરીયાદ રજીસ્ટરે લેવામાં આવે તો અરજદાર આરોપીની ધરપકડ કરવી નહી અને સાત દિવસનો સમય આપવા હુકમ આગોતરા જામીન અરજી અન્વયે કરેલ છે.

આ ફરીયાદ અરજી અંગે મુળ ફરીયાદી વતી તથા સરકાર  પક્ષ તથા અરજદાર વકીલશ્રી એલ.વી. લખતરીયા અને બીનીતા જે. ખાંટને સાંભળી પ્રિન્સીપાલ સેશન્સ જજ ઇન્ચાર્જશ્રી કે.ડી. દવે એ આગોતરા જામીન અરજી અંશત માન્ય રાખી અરજદાર આરોપીની સામે મિલ્કત વિરોધ ગુન્હાની ફરીયાદ રાજીસ્ટરે લીધા બાદ સાત દિવસનો સમયની નોટીસ આપી અને ફરીયાદ અંગે તે દરમ્યાન ધરપકડ કરવી નહીં તવો હુકમ કરવામાં આવેલ છે.

આ કામે અરજદાર ચેતન રમણીકભાઇ દવે તરફે રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ એલ.વી. લખતરીયા, બીનીતા જે. ખાંટ રોકાયેલ હતા.

(3:16 pm IST)