Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આર.ટી.ઓ.માં બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કાઢવાના કેસમાં આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ૧ : આર.ટી.ઓ.માં બોગસ દસ્તાવેજો તૈયાર કરી લાયસન્સ કાઢી આપતા હોવાના ગુનામાં આરોપીને આગોતરા જામીન પર મુકત કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રેના બનાવની વિગત એવી છે તા. ૧ર-૪-ર૦૧૯ના રોજ રાજકોટના ડી.સી.બી. પો. સ્ટે. એક એવી ફરીયાદ નોંધવામાં આવેલ કે રાજકોટ આર.ટી.ઓ.માં અમુક લોકો જુદા જુદા વ્યકિતઓ પાસેથી મોટી રકમ મેળવતી તેઓના નામના બોગસ દસ્તાવેજો તૈયાર કરવા માટેના કોરા દસવેજો તથા એક જ લાયશન્સ વાળા બે જુદી જુદી વ્યકિતઓના નામના લર્નીંગ લાયસન્સો બનાવી તેમજ એક જ નંબરના લીવીંગ સર્ટીફીકેટ જુદી જુદી વ્યકિતઓના નામ બનાવી તથા સાધન સામગ્રી રાખી ગેરકાયદેસર રીતે ગુનાહિત કૃત્ય કરી રહ્યા છે.

આ કામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરતા તપાસ ગુનામાં સામેલ ઘણા આરોપીઓ પોલીસ દ્વારા પકડાવામાં આવેલા તથા પોલીસે ગુનાને લગતો તમામ મુદ્દામાલકબ્જે કરવામાં આવેલ જેમાં તપાસ આગળ વધતા તપાસમાં ઘણા બધા આરોપીઓના નામ સામે આવેલા જેમાં આરોપી તરીકે ભરતભાઇ છોટાલાલભાઇ ઠાકરનું નામ આરોપીમાં ખુલવા પામેલ હોય જેથી પોતાના બચાવ માટે નામદાર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ જે અરજી સેશન્સ જજશ્રી એ.વી. હીરપરાની કોર્ટમાં ચાલતા જેમાં બન્ને પક્ષોની દલીલ સાંભળી બચાવ પક્ષોની દલીલ તથા બચાવ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ચુકાદાઓ ધ્યાને લઇ બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી-ભરતભાઇ છોટાલાલ ઠાકરને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં આરોપી-ભરતભાઇ છોટાલાલભાઇ ઠાકર વતી રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી સંજયભાઇ એમ. ડાંગર, વિજય જે. ધમ્મર, સાગર એન. મેતા, ચિરાગ પી. મેતા તથા રાહુલ મુસડીયા રોકાયેલ હતા.

(3:17 pm IST)