Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભાવનગર રોડ આઇ.ટી.આઇ. પાસેથી રવિ સોલંકી ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા પોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી એચ.એલ. રાઠોડની સુચનાથી પીએસઆઇ એ.એલ. બારસીયા, હેડ કોન્સ. બી.આર. સોલંકી, કોન્સ. જયદીપસિંહ, પૃથ્વીરાજસિંહ, પીયુષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં, ત્યારે બાતમીના આધારે ભાવનગર રોડ અમૂલ સર્કલ આઇ.ટી.આઇ. પાસેથી જીજે-૩-એલ-એ-૬૭૧૪ નંબરના ચોરાઉ બાઇક સાથે રવિ ચંદુભાઇ સોલંકી (ઉ.વ.ર૧) (રહે. કુબલીયાપરા શેરી નં.પ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:18 pm IST)