Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મ્યુ. કોર્પોરેશનની તીજોરીમાં ર.ર૦ લાખ કરદાતાઓએ વેરાના ૧૩૦ કરોડ ઠાલવ્યા

બિન રહેણાંક અને રહેણાંક મિલ્કત ધારકોને ૧૪.૬૪ કરોડનું વળતર અપાયું: પ૦ ટકા કરદાતાઓએ આંગળીના ટેરવે વેરો ભર્યોઃ ગત વર્ષ કરતા આવક વધી

રાજકોટ,તા.૧: કોરોના મહામારીના પગલે લોકડાઉનના કારણે આ વર્ષે  મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્ષની આવક અગાઉના વર્ષો કરતાં ઘટી હતી. આ આવકમાં વધારો કરવા માટે રાજય સરકાર તરફથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે.જે કરદાતા ૩૧ ઓગસ્ટ સુધીમાં ૨૦૨૦-૨૧નો પ્રોપર્ટી ટેક્ષ ભરી દેશે તેને ૨૦ ટકા વળતર તથા રહેણાંક મિલ્કતનો ટેક્ષ ૩૧ ઓગસ્ટ સુધી ભરી દેશે તેના માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.ગઇકાલ યોજના પુર્ણ થતા કુલ ૨,૨૦,૯૮૭ કરદાતાઓ દ્વારા કુલ રૂ.૧૩૦.૧૦ કરોડની આવક થવા પામી હતી. જે ગત વર્ષ કરતા વધુ  આવક થયા પામી હતી. બિન રહેણાંકનાં  તથા રહેણાંક મિલ્કતના કરદાતાઓને રૂ.૧૪.૬૪ કરોડનું વળતર આપવામાં આવ્યુ હતુ.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં વેરા શાખાનાં સતાવાર સુત્રો માંથી મળતી માહિતી મુજબ  કોર્પોરેશને બિન રહેણાંકનાં  ૬૫,૫૨૨ કરદાતાઓને રૂ.૯.૦૯કરોડ તથા ૧,૫૫,૪૬૫ રહેણાંક મિલ્કતના કરદાતાઓને રૂ.૫.૫૪ કરોડ સહિત કુલ રૂ.૧૪.૬૪ કરોડનું વળતર આપ્યુ છે.

રાજય સરકારની ગુજરાત આત્મનિર્ભર પેકેજના ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. તે મુજબ કોર્પોરેશને આજદિન સુધીમાં ૧૪.૬૪કરોડ રૂપિયાનો લાભ પ્રજાને આપ્યો છે. એટલે કે બિન રહેણાંક મિલ્કતના ધારકોએ ૭૮.૮૩  કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્ષ પેટે ભર્યા છે. તે જ રીતે રહેણાંકવાળી મિલ્કત ધારકોને એડવાન્સ ટેક્ષ ભરનારાને દર વર્ષની માફક ૧૦ ટકા ડિસ્કાઉન્ટની યોજના પણ ૩૧ જુલાઇ સુધી અમલમાં હતી. તેમાં ૫૧.૨૭ કરોડ રૂપિયા રહેણાંક મિલકતના કરદાતાઓએે ચૂકવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્રારા દર વર્ષે પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે.ચાલુ નાણાંકીય વર્ષમાં ૧ એપ્રિલ થી ૩૧ ઓગષ્ટ સુધીમાં કોર્પોરેશનને ૧૩૦  કરોડની આવક થઇ છે.

૧.૨૬ લાખ કરદાતાઓએ ઓન લાઇન ભર્યો

 આ વર્ષે કુલ ૨.૨૦ લાખ કરદાતાઓએ મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે.જેમાં ૧.૨૬ લાખ કરદાતાઓએ રૂ.૬૪.૩૮નો  વેરો ઓનલાઇનથી ભર્યો હતો. તંત્ર દ્વારા ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને વધુ ૧ ટકો અને રૂ.૫૦નું વળતર આપવામાં આવે છે.

ગત વર્ષ કરતા ૮ાા કરોડની વધુ આવક

મ્યુ. કોર્પોૈરેશનને આ વર્ષે એટલે કે ર૦ર૦-ર૧ માં મિલ્કત વેરાની રૂ. ૧૩૦.૧૦ કરોડની આવક થવા પામી છે. ગત વર્ષે ર૦૧૯-ર૦માં ૧ર૧.ેપ૦ કરોડની આવક થઇ હતી. જે આ વર્ષે ૮ાા કરોડની આવક  વધુ થઇ છે.

ગઇકાલે એક જ દિવસમાં ૮ કરોડની આવક

મ્યુ. કોર્પોૈશન દ્વારા એક એપ્રિલથી વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. ૩૦ ઓગષ્ટ રવીવાર સુધીમાં ૧રર કરોડની આવક થઇ હતી. જયારે ગઇકાલે એક દિવસમાં ત્રણેય ઝોનમાંથી બીનરહેણાંક અને રહેણાંક મિલ્કત ધારકો દ્વારા ૮ કરોડ તંત્રની તિજોરીમાં ઠાલવ્યા હતા. આજ દિન સુધીની જે એક જ દિવસની સૌથી વધુ આવક થવા પામી હતી.

(3:35 pm IST)