Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વોર્ડ નં.૪માં જય નંદનવન સોસાયટીમાં ગંદા પાણીનું વિતરણ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરામાં આવેલ જય નંદનવન સોસાયટીમાં ખૂબજ ઓછા ફોર્સ, ગંદા પાણી વિતરણની સમસ્યા તાકીદે ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કમિશનરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં વોર્ડ નંબર-૪ના આગેવાન નંદાભાઇ ડાંગર, દિલીપભાઇ ત્રિવેદી, રજાકશા દિવાન, ફિરોજભાઇ પઠાણ, ફિરોજભાઇ મોર, કિરણભાઇ વાઘેલા તથા વિસ્તારવાસીઓ જોડાયા હતાં.

(3:39 pm IST)