Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભાજપ કાર્યાલયે પૂજા-હવન આરતી સાથે મૂર્તિ વિસર્જનઃ ગણેશોત્સવનું સમાપન

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ  માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ગણેશ ચર્તુથીના શુભ દિન તા.૨૨ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય - સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. આજે તા.૧ના દિવસે ગણપતિ મહારાજનાં દશાંશ હવન સાથે ગણપતિ મહોત્સવનું સમાપન સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ બપ્પા, મોરીયા, અગલે બરસ તુ જલ્દી આ'ના નાદ સાથે દુંદાળા દેવને ભાવભીની વિદાઇ આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ મેયર અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન ઉદય કાનગડ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજુભાઇ બોરીચા, પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, કોપોરેશન ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર તેમજ કાર્યાલય પરિવારનાં પ્રવિણભાઇ ડોડીયા, નિલેશ ખૂંટ, વિજય મેર, ચેતન રાવલ, રાજ ધામેલીયા, મેહુલ સભાડ, ભરતસિંહ જાડેજા, ભરતભાઇ સોલંકી, રમેશભાઇ દોશી, નલહરી પંડીત સહિતનાં યજ્ઞમાં જોડાયા હતા. આ તકે ગણપતિ યજ્ઞમાં શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી અને તેમનાં ધર્મ પત્નિ નિશાબેન જોષી અને પરિવારનાં હિતેષ જોષી, ઉદય જોષી ઉપસ્થિત રહ્યા હતાં અને શાસ્ત્રીશ્રી બાલુભાઇ મહારાજ અને અન્ય ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતુ. તેમજ કોરોનાની મહામારીનાં કારણે સાદગીપૂર્ણ આયોજનમાં પણ સહભાગી બની આ ગણપતિ મંગલ મહોત્સવને સફળ બનાવવા બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુુ કોઠારી, કિશોર રાઠોડે સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(3:39 pm IST)