Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પૂર્વ મેયર રક્ષાબેન બોળિયાને કોરોનાના લક્ષણો : સિવીલમાં સારવાર

રાજકોટ, તા. ૧ : પૂર્વ મેયર રક્ષાબેન બોળિયાને ગઇકાલે સાંજે શરદી-તાવની તકલીફ હોઇ અને કોરનાના લક્ષણો દેખાતા તેઓને તાત્કાલીક સીવિલ હોસ્પિલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે. રક્ષાબેનના પુત્ર પ્રશાંતભાઇ બોળિયાના જણાવ્યા મુજબ તેઓના કોરોના ટેસ્ટ રીપોર્ટ બપોર સુધી આવ્યો નથી એટલે હાલ તેઓને કોવિડ હોસ્પિટલના પ્રથમ માળે જ રખાયા છે. તેઓને ઓકસીજન થોડુ ઓછુ જણાતા તે મુજબની સારવાર શરૂ કરાઇ હતી.

આમ પૂર્વ મેયરને કોરોનાના લક્ષણો આવતા ભાજપ અને તેઓમાં શુભેચ્છકોમાં ચિંતાની લાગણી છવાઇ હતી.

(3:40 pm IST)