Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કોઠારીયા રીંગ રોડ મીરા ઉધોગ જી.આઇ.ડી.સી. સામેથી રામપાર્કના વનરાજને બે રીવોલ્વર, પીસ્ટલ તથા કાર્ટીસ સાથે રાજકોટ શહેર એ.સી.પી. ક્રાઇમ ટીમે પકડ્યો

એસ.આઇ. આર.કે. જાડેજા, અને ચંદ્રસિંહ જાડેજાની બાતમી

રાજકોટ: શહેર એસીપી ક્રાઇમ ટીમે કોઠારીયા રિંગ રોડ મીરા ઉદ્યોગ જીઆઇડીસી પાસેથી બે પિસ્તોલ, રિવોલ્વર અને જીવતા કારટીસ સાથે પકડી લીધો છે.

એસીપી ક્રાઇમ સ્ટાફના એ.એસ.આઇ. આર.કે. જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. ભુપતભાઇ રબારી, તથા પો.કોન્સ. વિજયસિંહ જાડેજા નાઓ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન એ.એસ.આઇ. આર.કે. જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજાની સંયુકત બાતમી આધારે કોઠારીયા રીંગ રોડ, આજી નદીના પુલ પાસે મીરા ઉધોગ જી.આઇ.ડી.સી. સામે રાજકોટ ખાતેથી વનરાજ રણજીતભાઇ ગઢવી (ઉવ.૨૧ રહે.રામપાર્ક શેરી નં.૫ કોઠારીયા રીગ રોડ, મીરા ઉધોગ જી.આઇ.ડી.સી. સામે રાજકોટ)ને રીવોલ્વર નંગ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૪ મળી કુલ રૂા.૧૦,૪૦૦ના મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા તેણે રહેણાંક મકાનની બાજુમાં સાર્વજનીક પ્લોટમાં ખાડો કરી વધુ એક પિસ્તોલ હોવાનું કબુલતાં કિ.રૂ.૫૦૦૦ની પિસ્તોલ પણ કબ્જે કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૧ શ્રી પ્રવીણ કુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી.ક્રાઇમ ડી.વી. બસીયાની સુચનાથી આ કામગીરી કરવામાં આવી હતી.

(9:24 pm IST)