Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૧૦ ના ખુણે ઓરડીમાથી દારૂની ૪૮ બોટલો સાથે વિનય ઉર્ફે ભૂરાને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો: કેરબામાં છુપાવ્યો'તો દારૂ

પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: સંત કબીર રોડ ભર્ગીરથ સોસાયટી શેરી નં.૧૦ ના ખુણે ભગીરથ ફરસાણ નામની દુકાન સામે રહેણાંક ઓરડીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી વિનય ઉર્ફે ભુરો મનસુખભાઇ ડાભી-કોળી (ઉં.વ.૨૩ ધંધો મજુરી રહે.સંત કબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નં.૧૦ ના ખુણે)ને રૂ. ૨૪ હજારના દારૂ સાથે પકડી લીધો છે. ઇંગ્લીશ દારૂનો જથ્થો પાણીના કેરબામા નીચેનો ભાગ તોડી તેમાં છુપાવી રાખતો હતો. આ શખ્સ અગાઉ રાજકોટ, ચોટીલા, સાયલામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર મીણા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર શ્રી મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર  વી.કે.ગઢવી, તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ગોહીલ, પો.હેડ કોન્સ. ભરતસિંહ પરમાર, પો.કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહીલ, સ્નેહભાઇ ભાદરકા તથા કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી ભરતસિંહ પરમાર અને રાજદીપસિંહ ગોહિલની બાતમી પરથી કરી છે. 

(9:49 pm IST)