Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વીર સાવરકર ટાઉનશીપમાં આયુર્વેદ- હોમિયોપેથી કેમ્પઃ તબીબોની સેવા

રાજકોટઃ ''આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત વીર સાવરકર ટાઉનશીપ, રેલનગરમાં મેગા કેમ્પ સિવિલ આયુર્વેદિક તથા હોમિયોપેથી દ્વારા નિયામક આયુષ તથા જીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ સફળતાપૂર્વક આયોજન કરેલ. જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધેલ.

આ કેમ્પનાં ઉદ્ઘાટન સમારોહમાં જી.આયુ.અધિ. શ્રી મોઢ,  ડો.મોટવાણી, ડો.તેજસ રાઠોડ, ડો.પૂજા રાઠોડ તથા મહિલા મોરચા પ્રમુખ ઈલાબેન પડિયા, વોર્ડ નં.૩ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, હેમભાઈ પરમાર તથા જયેશભાઈ ઉપાધ્યાયે હાજરી આપેલ. આ કેમ્પને સફળ બનાવવા વીર સાવરકર ટાઉનશીપનાં પ્રમુખ તથા સભ્યોઓ જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પમાં વૈદ્ય ભારતી જેઠવા, વૈદ્ય રંજીતા વાઘમશી, વૈદ્ય ભાનુભાઈ મહેતા તથા વૈદ્ય પ્રિતેશ દવે, ડો.જયોતીબેન સોઢા, ડો.સુરેશ સોનીએ સેવા આપેલ. આનંદ જાની તથા દ્રષ્ટિ નાંઢા દ્વારા યોગનું પ્રાથમિક માર્ગદર્શન આપેલ.

(3:07 pm IST)