Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઘરેલું હિંસાના કેસમાં પરિણિતાને માસિક પાંચ હજારનું ભરણપોષણ ચુકવવા હુકમ

રાજકોટ, તા.૧: ડોમેસ્ટીકના કેસમાં પરણીતાનો કેસ ચાલુ થાય તે પહેલા વચગાળામાં ૫૦૦૦/ ભરણપોષણના ચુકવવાનો પતી કોર્ટે હુકમ કર્યો હતો.

અહીંના ગુલાબ વિહાર સોસાયટીમાં રહેતી પરણીતા નીયતીના લગ્ન મુળ નડીયાદ રહેતા અને હાલે આર્મીમાં રાજય બહાર ફરજ બજાવતા નીકુંજ પટેલ સાથે સને ૨૦૧૬માં થયેલ હતા અને લગ્ન બાદ પરણીતા પોતાના સાસરે નડીયાદ સંયુકતમા રહેવા ગયેલ હતી.

આ પછી પતી પત્નિ વચ્ચે અણબનાવ થતાં પરણીતા માવતરે પરત ફરેલ હતી અને પરણીતાને આવકનું કોઇ સાધન ન હોઇ તેણે સાસરાના સભ્યો (૧) પતી નીકુંજ રમેશભાઇ પટેલ, (ર) સસરા રમેશભાઇ નાનજીભાઇ પટેલ (૩) સાસુ મંજુલાબેન રમેશભાઇ પટેલ (૪) દેર મીલન રમેશભાઇ પટેલ સામે રાજકોટની ફોજદારી અદાલતમાં પોતાના એડવોકેટ શ્રી સંદીપ કે.અંતાણી મારફતે ડોમેસ્ટીક વાયોલેંનસ એકટની ફરીયાદ તો ૨૫-૧૧-૨૦ના રોજ દાખલ કરેલ હતી અને કેસ ચાલે તે સમય દરમ્યાન વચગાળાના ભરણપોષણની માંગ કરતી અરજી પણ દાખલ કરેલ હતી.

આ પછી વચગાળાની ભરણપોષણની અરજી ચાલવા પર આવતા પરણીતા ના વકીલ શ્રી અંતાણીએ અદાલતમાં ભારપુર્વકની દલીલો રજુ કરેલ અને તે તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની ફોજદારી અદાલતે અરજીની દાખલ તારીખથી એટલે કે તા.૨૫-૧૧-૨૦ થી કેસ ચાલે તે સમય દરમ્યાન પતી નીકુંજે પરણીતાને માસીક ૫૦૦૦/ ભરણપોષણના દર મહીને ચુકવવાનો હુકમ કરેલ હતો અને કેસની નવી મુદત મુકરર કરેલ હતી.

આમ આ હુકમ થતાં પરણીતા કેસ શરૂ થયા પહેલા પતી પાસેથી ૫૦,૦૦૦/ પચાસ હજારની રકમ મેળવવા હક્કદાર બનતા પરણીતાએ રાહતનો સ્વાસ લીધેલ હતો. ઉપરોકત કેસમાં પરણીતા નીયતીબેન વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદીપ કે.અંતાણી તથા સમીમબેન એમ.કુરેશી રોકાયેલ છે.

(3:12 pm IST)