Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વોર્ડ નં.૧પમાં કોર્પોરેટરોએ સફાઇ કર્મીઓને સ્વચ્છતાનાં શપથ લેવડાવ્યા : વ્હિલબરોની ફાળવણી

રાજકોટ, તા. ૧ :  શહેર વોર્ડ નં ૧૫ (અ) ઓફિસે વોર્ડના એસ.આઈ અને એસ.એસ.આઈ.વોર્ડ ઓફિસર ની હાજરી માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પુર્વ વિરોધપક્ષ નેતા/વોર્ડ નં ૧૫ કોંગ્રેસ કોર્પોરટર વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં સફાઇ કર્મચારોઓને સ્વચ્છતા શપથ લેવડાવ્યા અને પોતે પણ સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦ કલાક એટલે કે દર અઠવાડિયે ૨ કલાક શ્રમ દાન કરોને સ્વચ્છતા નો સંકલ્પ ચરિતાર્થ કરશે. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નં ૧૫ કાર્યકારી પ્રમુખ નરેશભાઈ પરમાર . વોર્ડ નં ૧૫ મહામંત્રી અરવિંદભાઈ મુછડીયા. અનુ-જાતિ વોર્ડ નં ૧૫ પ્રમુખ પરેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા. તે વખતની તસ્વીર.

સાથે જ સ્વચ્છતા શપથ અભિયાન અંતર્ગત સફાઈ કર્મચારીઓએ રજુઆત કરેલ કે વોર્ડમાં વ્હિલબ્રો અને અમુક વ્હિલબરોેમાં કચરો ભરવા ડબ્બાઓ નથી. આ રજુઆતને તાત્કાલિક વશરામભાઈએ સાંભળીને લાવીને ત્યાં ઉપસ્થિત રહેલ અધિકારીને જાણ કરોને ૧૮ વ્હિલબરોે અને ર૪  એકસ્ટ્રા ડબ્બાઓ ફાળવેલ.

અગાવ એક વર્ષ પહેલાં વિરોધ પક્ષના નેતા હતા ત્યારે પણ વોર્ડ નં ૧૫ માં સફાઈના સાધનો પુરતા પ્રમાણમાં ફાળવવા લેખીત રજુઆત કરેલ હતી છતાં ત્યારે થોડા ઘણા સાધનો ફાળવણી કરેલ.

ત્યારબાદ ફરી વખત તંત્ર ને વશરામભાઈ સાગઠીયાએ ટકોર કરીને તાત્કાલિક ધોરણે સફાઇ માટે પુરતા પ્રમાણમાં ઘટતાં સાધનો પુરા કરવા જાણ કરેલ.

(3:14 pm IST)