Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજકોટે મારી જુવાની હરી લીધી છે, ઘડપણ મેં કદી જાણ્યું નથી : આજે હું અપંગ છું તેનું મને ભાન છે : નિરાશા શી ચીજ છે તે મને કદી ઓળખ ન હતી : ગાંધીજી

રાજકોટની લડત - ઈ.સ. ૧૯૩૮-૩૯ : આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકોના સત્યાગ્રહની લડતનો ઈતિહાસ : ગાંધીજી તથા સરદારની રાજકોટ લડતમાં અગ્નિપરિક્ષા

ગાંધીજીનો જન્મ તા. ૨જી ઓકટોબર, ૧૮૬૯ નાં રોજ પોરબંદર મધ્યે થયો. સાતેક વર્ષ બાદ ગાંધીજીનાં પિતાશ્રી રાજસ્થાનિક કોર્ટનાં સભ્ય થયા અને રાજકોટમાં સ્થાયી થયા. ગાંધીજીને તેમની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે વંદન. આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રનાં ઘણા સ્વાતંત્ર્ય સૈનિકોની સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા. સૌરાષ્ટ્ર મધ્યે તેમણે કપરા અનભવો અનુભવ્યા હતા, જેનો ઈતિહાસ સંક્ષિપ્તમાં રજુ કરેલ છે.

રાજકોટની લડત (ઈ.સ. ૧૯૩૮-૩૯) માં તેઓ સક્રિય હતા. કાઠિયાવાડમાં ૨૦૨ દેશી રાજયો હતા. રાજકોટ શહેરમાં બ્રિટીશ એજન્સીનું થાણું હોવાને કારણે પ્રજાકિય જાગૃતિ સારા પ્રમાણમાં હતી. રાજકોટનાં રાજવી સર લાખાજીરાજ દ્યણા સમજુ અને પ્રજાવત્સલ તેમજ પ્રગતિશીલ વિચાર ધરાવતા હતા. તેમનાં વખતમાં ગાંધીજીનાં પિતાશ્રી કબા ગાંધી રાજયનાં દિવાનપદે હતા.

ભાવનગર મુકામે 'કાઠિયાવાડ રાજકિય પરિષદ' યોજાઈ હતી. ત્યારે રાજકોટનાં રાજવીશ્રી લાખાજીરાજને ગાંધીજીનાં હસ્તે માનપત્ર આપવાનો વિચાર પરિષદનો આવેલ. ગાંધીજીનાં હસ્તે માનપત્ર સ્વીકારવામાં ગૌરવ સમજીને રાજવીશ્રી લાખાજીરાજે એ નિમંત્રણ સ્વીકાર્યું હતું. 'રાજકોટનાં રેસીડેન્ટે બ્રિટીશ રાજય સામે બંડ પોકારનારનાં હાથે માનપત્ર સ્વીકારવામાં જોખમ છે' તેમ કહી શ્રી લાખાજીરાજને ચેતવ્યા, છતાં તેઓ ભાવનગર ગયા અને ગાંધીજીનાં હસ્તે માનપત્ર મેળવી તેઓ ધન્ય બન્યા. ગાંધીજીનું રાજકોટની પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું. રાજવીશ્રીએ ગાંધીજીનું સિંહાસન પોતાની જમણી બાજુ ગોઠવ્યું. વાત-વાતમાં તેમણે ગાંધીજીને ભાવનાપૂર્ણ રીતે પૂછ્યું કે 'સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું? મને તમારો પુત્ર ગણજો.' રાજકોટમાં રાજવીશ્રી લાખાજીરાજ પ્રજામાં પણ ખૂબ લોકપ્રિય હતા.

પ્રજાની આકાંક્ષાઓ અને અસહકારનાં આંદોલનને ઝીલનાર સર લાખાજીરાજનું અકાળે અવસાન થયું અને રાજકોટનાં ઇતિહાસે વળાંક લીધો.

રાજકોટ રાજયનો ખર્ચ વધવા લાગ્યો. ખર્ચને પહોંચી વળવા દીવાસળી, ખાંડ, બરફ, ઈ. નાં ઇજાફા અપાયા રાજયનાં મકાનો વેચવા કાઢ્યા અને પાવરહાઉસ ગીરવે મૂકવાની તજવીજ ચાલી. કાર્નિવલ નામની કંપનીને જુગારની પરવાનગી અપાઈ. ખેડૂતો ઉપર કરવેરા વધાર્યા. ઢેબરભાઈ સક્રિય બન્યા અને કરવેરા અંગે સર્વે કર્યો. તેનું તારણ એવું નીકળ્યું કે કરવેરાની આવકનો અડધા કરતાં વધુ હિસ્સો રાજવીશ્રીનાં અંગત ઉપયોગમાં વપરાતો હતો. રાજકોટમાં સખ્ત હડતાલ પડી અને દરરોજ સભા મળતી અને ભાષણો કરનારની ધરપકડો થતી રહી. તા. ૫મી સપ્ટેમ્બર, ૧૯૩૮ નાં રોજ 'રાજકોટ પ્રજા પરિષદ'નું અધિવેશન ભરાયું.

અધિવેશનને સંબોધતા સરદાર સાહેબે જણાવ્યું કે ઙ્કઆપણે રાજાઓને પદભ્રષ્ટ કરવા માંગતા નથી પણ તેમનાં લખલૂટ ખર્ચા ઉપર અંકુશ મૂકવા માંગીએ છીએ. હવે ખેડૂતોનાં પરસેવાનાં પૈસા રંગરોગાનમાં નહિ ઉડાડી શકાય. એ દિવસો હંમેશા માટે પૂરા થયા છે.ઙ્ખ રાજકોટની પ્રજા અધિવેશનમાં ઉમટી પડી હતી અને જવાબદાર રાજતંત્રનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો. સરદાર સાહેબે કેટલાંક સૂચનો રાજયને મોકલી આપ્યા.

રાજકિય પ્રજા પરિષદે જાહેરસભાઓનો પ્રારંભ કર્યો અને પરિણામે ઢેબરભાઈ, વજુભાઈ શુકલ, જેઠાલાલ જોષી, નારણદાસ પાઉં, ચિમનલાલ શાહ, ડો. ગજ્જરની ગિરફ્તારી થઈ - મારપીટ થઈ, લાઠીમાર થયો, ધોડેસવાર પણ છોડ્યા. પરિણામે, સાંગણવા ચોક રણમેદાન જેવું બની ગયું અને પ્રજાએ તેનું નામ શ્નઆઝાદ ચોકલૃપાડ્યું.

રાજકોટની લડતને વેગ આપવા શ્નમુબઈ સંગ્રામ સમિતિલૃરચાઈ. તેણે નાણા તેમજ સૈન્ય ભરતીનું કામ શરૂ કર્યું. પૂ. દરબાર સાહેબ, ગોપાલદાસ દેસાઈ, પૂ. ભકિતબા, કુ. મણીબ્હેન પટેલ, શ્રી મૃદુલાબ્હેન સારાભાઇ, વિ. રાજકોટ આવી પહોંચ્યા.

ભાવનગરનાં દિવાન અનંતરાય પટ્ટણી ઠાકોરસાહેબનો પત્ર લઈ ગાંધીજીને મળવા વર્ધા ગયા.

'લડત' થકી પ્રજા તો જાગૃત બની પણ રાજય પણ સક્રિય થયા અને કેટલીક શરતો અને કાઉન્સિલનાં સભ્યો તરીકે નામો સરદાર સાહેબે રજૂ કર્યા અને તેનાં પ્રત્યુત્ત્।રમાં રાજય સરકારે સુધારા સૂચવ્યા. જેથી, 'સંધીભંગ' થયો અને લડત પુનઃ શરૂ થઈ. કસ્તુરબા તથા મણીબ્હેન પટેલ રાજકોટ લડતમાં ભાગ લેવા આવ્યા. રાજયે પ્રવેશબંધી ફરમાવી અને કસ્તુરબા જંકશન સ્ટેશને એજન્સીની હદમાં ઉતર્યા, ગિરફ્તાર થયા અને સણોસરાનાં અવાવરૂ ઉતારામાં નજરકેદ કરવામાં આવ્યા.ત્યારબાદ 'ત્રંબા'માં રહ્યા.

પરિસ્થિતિ વિકટ બનતાં ગાંધીજી તા. ૨૬/૦૧/૧૯૩૯ નાં રોજ રાજકોટ પહોંચ્યા. ગાંધીજી એજન્સીનાં રેસીડેન્ટ ગિબ્સનને મળવા ગયા. તેમણે ગાંધીજીનું હારતોરાથી સ્વાગત કર્યું. ગાંધીજીએ નજરે જોયેલી વાતને તેમણે દુઃખ સાથે કહી સંભળાવી. રેસીડેન્ટ ગિબ્સન રાજકોટની એ. એસ. ચૌધરી હાઈસ્કૂલ સાથે સંકળાયેલા હતા. એ. એસ. ચૌધરી હાઈસ્કૂલ એજન્સીનાં વિસ્તારમાં આવેલ ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ 'પોલો ગ્રાઉન્ડ' તરીકે ઓળખાતું. ક્રિકેટ, વોલીબોલ, ઈ. રમતોનો ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો અને ગિબ્સને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા રૂબરૂ આવતા અને વોલીબોલમાં જોડાતા.

કોઈ પરિણામો ન આવતાં ગાંધીજીએ ઠાકોરસાહેબને પત્ર લખ્યો અને જણાવ્યું કે પરિસ્થિતિને પાયામાં રાખીને તેનો અમલ કરો, નહિ તો પોતે ૩જી ફેબ્રુઆરીનાં રોજ ઉપવાસ ઉપર ઉતરશે. મારી ભાષાને કડક નહિ માનો તેવી આશા રાખું છું. આપનાં પિતાશ્રી મને પિતાતુલ્ય માનતા. હું આપને પુત્રવત્ માનું છું. મને સ્વપ્ને પણ રાજયનો દુશ્મન ન ગણશો. હું કોઈનો દુશ્મન ન થાઉં, જિંદગીભર થયો નથી. દ્રઢ વિશ્વાસ છે કે મારી વિનંતીને હાર્દિક સ્વીકારવામાં આપનું હિત છે, ભૂષણ છે, ધર્મ છે. ઠાકોરસાહેબનો પ્રત્યુત્ત્।ર ન આવતાં ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. દરમ્યાનમાં જેલવાસીઓ બહાર આવ્યા.

ગાંધીજીએ તરત જ ગિબ્સન ઉપર પત્ર લખ્યો. ગિબ્સને તત્કાલિન સમયનાં વાઈસરોયને પત્ર મોકલ્યો. વાઈસરોયે તરત જ ગાંધીજીને જણાવ્યું કે તમારો સંદેશો મને હમણાં જ મળ્યો, તે માટે તમારો આભારી છું. તમારી સ્થિતિ હું સમજી શકું છું. તમે જે કહો છો તે પરથી સ્પષ્ટ થાય છે કે આ પ્રકરણમાં વચનભંગ થયો છે. એવું તમને જે લાગ્યું છે એ મુદ્દાની વાત છે. હું જોઈ શકું છું કે, ઠાકોર સાહેબનું જાહેરનામું, જેની સરદાર વલ્લભભાઈ પટેલને તેમણે આપેલા કાગળ પાછળથી પુરવણી કરવામાં આવી હતી. તેનાં અર્થ વિષે શંકાને અવકાશ હોઈ શકે છે. એવી શંકાનો ઉકેલ કરાવનો સૌથી સરળ માર્ગ એ જ છે કે દેશનાં સૌથી વડા ન્યાયાધીશ પાસે તેનો અમલ કરાવીએ. વાઈસરોયે ઉપવાસ છોડી દેવા ગાંધીજીને વિનંતી કરી.

સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. હિંદનાં વડા ન્યાયમૂર્તિ સર મોરીસ ગ્વાલેરે ચૂકાદો સરદારની ફેવરમાં આપ્યો.

વાતાવરણમાં કલુષિતતા જોઈને તેમજ વડા ન્યાયાધીશનો ચુકાદો ઉપવાસનાં દબાણ નીચે રાજયને સ્વીકારવો પડે તેવું રાજયને લાગ્યું. તેમાં ગાંધીજીને અહિંસા તત્વની દ્રષ્ટિએ પોતાની અધૂરપ જણાઈ. આથી, સુપ્રીમ કોર્ટનાં ચૂકાદા અન્વયે આ અંગે ઘણો જ પલ્ટો આવ્યો.

તા. ૨૪ એપ્રીલનાં રોજ ગાંધીજીએ રાજકોટ છોડ્યું અને જતી વખતે રેલગાડીમાં પોતે લેખ લખ્યો. તેમાં જણાવ્યું કે 'રાજકોટે મારી જુવાની હરી લીધી છે. ઘડપણ મેં કદી જાણ્યું નથી. આજે હું અપંગ છું તેનું મને ભાન છે. નિરાશા શી ચીજ છે એની મને કદી ઓળખ ન હતી. આજે રાજકોટમાં આશાની ટાઢી કરીને હું નિકળ્યો છું. મારી અહિંસાની આવી કસોટી અગાઉ કદી જાણ થયેલી નથી. હું ખાલી હાથે ભાંગેલ દેહે આશા ઉમેદ બધી દફનાવીને નીકળ્યો છું. રાજકોટ મારા માટે જીવનની અણમૂલી પાઠશાળા નીવડ્યું છે.'

દૂનિયામાં મહાયુદ્ઘ ખેલાઈ ગયું, રાષ્ટ્રવ્યાપી સંગ્રામનો પ્રારંભ થઈ ગયો. લડતને અંતે અંગ્રેજોએ જવું પડ્યું. ભારત સ્વતંત્ર થયું અને રજવાડા નાબૂદ થયા.(૩૭.૭)

'રાજકોટની શાળાઓમાં ગાંધીજીનાં અભ્યાસ દરમ્યાન તત્કાલિન સમયનાં રાજકોટનાં ગાઢ મિત્રોનો પરિચય'

શ્રી રાવબહાદુર હરજીવનદાસ ભવાનજી કોટક

     ઈ.સ. ૧૯૧૧ માં રાજકોટનાં દિવાન હતા.

     રજપુતપરા વિસ્તારમાં જગ્યા ખાલી હોઈ રાજકોટની જ્ઞાતિઓને 'ર્બોડિંગ' બનાવવા જમીન અપાવવામાં             નિમિત બન્યા.

     રાજકોટ લોહાણા ર્બોડિંગનાં પ્રથમ પ્રમુખશ્રી તરીકે નિયુકત થયા.

     કોટક પરિવાર દ્વારા 'કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ' તથા 'કોટક સ્કૂલ' ની સ્થાપના થઈ.

શ્રી રાવબહાદુર દેવશંકર જયક્રિષ્ના દવે

     'લો' ની પરિક્ષામાં ટોપ કરી હાઇકોર્ટમાં 'પ્લીડર' બન્યા.

     વાકાનેર સ્ટેટ અને ધ્રાંગધ્રા સ્ટેટનાં દિવાન તથા 'કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન ફોર સ્ટેટ' નાં સભ્ય         બન્યા.

શ્રી જહાંગીરસિંહ કુંવરજી કોયાજી

     'મેમ્બર ઓફ કાઉન્સિલ ઓફ ધી સ્ટેટ એન્ડ કમિશન ઓફ ઇન્ડિયા ટેરીફ' નાં સદસ્ય, લીગ ઓફ નેશન'               નાં પ્રતિનિધિ તથા આંધ્ર યુનિવર્સીટીનાં 'ઇન્ટરનેશનલ હેડ' રહી ચૂક્યા.

શ્રી દિવાન બહાદુર હરિલાલ દેસાઈભાઈ

     મુંબઈ વિસ્તારનાં શિક્ષણ પ્રધાન બન્યા.

મૂળચંદ આશારામ શાહ

     અમદાવાદનાં પ્રખ્યાત વકીલ અને મુંબઈ હાઇકોર્ટનાં એડ્વોકેટ ઓફિશિયલ સોલીસીટર બન્યા.

શ્રી માનશંકર ગણેશજી અંજારિયા

     ગાંધીજીનાં પાડોશી હતા.

     તેમનાં પિતાશ્રી ગણેશજી માધવજી અંજારિયા ગાંધીજીનાં પિતાશ્રીનાં 'પર્સનલ સેક્રેટરી' હતી.

શ્રી પ્રાણશંકર ભવાનીશંકર જોષી

     BA અને LL.B. માં ઉત્તિર્ણ થયા અને કાઠિયાવાડમાં ગોંડલ રાજ્યનાં મંત્રી બન્યા.

શ્રી અમૃતલાલ વર્ધમાન મોદી

     ગાંધીજીનાં પાડોશી હતા.

શ્રી મણિશંકર રતનજી ભટ્ટ

     કવિ બન્યા અને હુલામણા નામ 'કાન્ત' તરીકે સ્થાપિત થયા.

     ભાવનગર સ્ટેટનાં શિક્ષણમંત્રી બન્યા.

     'ખંડ કાવ્ય' તરીકે કાવ્યનાં એક નવા જ અને ખૂબ જ પ્રચલિત પ્રકાર 'વર્ણાત્મક કાવ્ય' ની રચના કરી.

     ઈ.સ. ૧૯૨૩ માં 'પૂર્વાલાપ' પ્રકાશિત કરવામાં આવી.

શ્રી છગનલાલ મુગટરામ વછરાજાણી

     'એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ધી વેસ્ટર્ન ઇન્ડિયા એજન્સી' માં જોડાયા અને ત્યારબાદ સિનીયર               એજ્યુકેશન ઓફિસર બન્યા.(૩૭.૧૦)

સરદાર વલ્લભભાઈ પટેલ

(૧) હું ઘણા વખતથી મારા ઉપરનું કરજ ચૂકવવા માંગતો હતો. કાઠીયાવાડ - રાજકોટે એક એવા પુરૂષની હિંદને ભેટ આપી છે, જેણે દેશની આખી ભૂમિકા બદલાવી નાખી છે :

- સરદાર વલ્લભભાઈ પટેલ.

ગાંધીજી

(૧) આપના પિતાશ્રી મને પિતાતુલ્ય માનતા : હું આપને પુત્રવત્ માનું છું, મને સ્વપ્ને પણ રાજયનો દુશ્મન ન ગણશો : હું કોઈનો દુશ્મન ન થાઉં, જિંદગીભર થયો નથી.

(૨) આજે રાજકોટમાં આશાની ટાઢી કરીને હું નીકળ્યો છું, હું ખાલી હાથે ભાંગેલ દેહે આશા ઉમેદ બધી દફનાવીને નીકળ્યો છું: રાજકોટ મારા માટે જીવનની અણભૂલી પાઠશાળા નીવળ્યુ છે.

(૩) મુંબઈ મધ્યેની જાહેર ખબર વાંચી... 'જોઈએ છે, અંગ્રેજી શિક્ષક, પગાર રૂ. ૭૫/-' ઈન્ટરવ્યુમાં મેનેજમેન્ટે કહ્યું કે આપ બેરીસ્ટર છો પણ બીએની ડિગ્રી નથી, અમારે ગ્રેજ્યુએટ જોઈએ.

:: સંકલન ::

નવીન ઠક્કર

મો. ૯૮૯૮૩૪૫૮૦૦

(3:17 pm IST)