Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના નવા પ્રમુખ પદે અલ્કેશભાઇ ભટ્ટ ચુંટાયા

બોટાદ ખાતે ભુદેવોના મહાઅધિવેશનમાં

રાજકોટઃ બોટાદ જીલ્લાના રાણપુર ગામ મુકામે સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ૨૦૨૧ના મહાઅધિવેશનમાં પ્રમુખપદ માટે ચૂંટણી યોજાયેલ હતી. જેમાં બોટાદ જીલ્લાના યુવા અગ્રણી અલ્કેશભાઇ ભટ્ટ મો.૮૨૦૦૧૭૬૭૧૨ સર્વાનુમતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખપદે ચુંટાઇ આવ્યા હતા.

અગાઉ ઉનાગામના વતની છેલભાઇ જોષી હતા જેને ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ તકે પૂર્વ પ્રમુખ છેલભાઇ જોષી, પ્રવકતા જયંતભાઇ ઠાકર, સમગ્ર મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી, રાજકોટ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ પંકજભાઇ રાવલ રાજકોટ શહેર બ્રહ્મસમાજ અગ્રણી જયમીનભાઇ ઠાકરે નવા ચુંટાયેલ પ્રમુખ અલ્કેશભાઇ ભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વરણી ત્રણ વર્ષ માટેની રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. 

(3:20 pm IST)