Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

શેલ્બી હોસ્પિટલે સ્પાઇન (કરોડરજ્જુ) સર્જરીમાં ગેમ ચેન્જર 'ડિજિટલ સ્પાઇન OR' લોન્ચ કર્યું

શેલ્બી હોસ્પિટલ ઉચ્ચ અનુભવી સર્જિકલ ટીમની સાથે સ્પાઇન સર્જરીનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન

રાજકોટ તા. ૨૯ : ગુજરાત અને નજીકના રાજયોમાં સ્પાઈન (કરોડરજ્જુ) ની જટિલ સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર છે. સ્પાઈનને લગતી બીમારી હોય તેવા દર્દીઓને તેને લગતી મુશ્કેલીઓનો સૌથી વધારે ભય હોય છે. સર્જરીઓને શકય એટલી સુરક્ષિત બનાવવા માટે હંમેશા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી શેલ્બી હોસ્પિટલે અમદાવાદમાં એસજી શેલ્બી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક 'ડિજિટલ સ્પાઈન ઓઆર'ની શરૂઆત કરી છે. તેનું ડિજિટલ ઓપરેશન રૂમ અત્યાધુનિક અલ્ટ્રા-મોડર્ન ટેકનોલોજી, હાઈ-પ્રિસિઝન ઝેઈસ પેન્ટેરો ૯૦૦ માઇક્રોસ્કોપ, ઇન્ટ્રા-ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ અને સ્ટીલ્થ-સ્ટેશન ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશનથી સજ્જ છે. શેલ્બી હોસ્પિટલ ગુજરાતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે જે કોમ્પ્રિહેન્સિવ અને પ્રતિબદ્ઘ ડિજિટલ સ્પાઈન ઓપરેશન રૂમ ધરાવે છે, જે અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ છે અને જેને એટલી જ અસરકારક ઇન-હાઉસ સર્જિકલ ટીમનો ટેકો છે.

ડો. નીરજ બી. વસાવડા શેલ્બી ખાતે સ્પાઈન ટીમનું નેતૃત્વ સંભાળે છે જેઓ દેશના શ્રેષ્ઠ સ્પાઈન સર્જનો પૈકી એક છે. તેઓ અત્યંત જટિલ સ્પાઈન સર્જરીમાં વિશાળ અનુભવ ધરાવે છે. મિનિમલી ઇનવેઝિવ (ઓછામાં ઓછી કાપકૂપ કરવી પડે તેવી) સ્પાઈન સર્જરીમાં નિષ્ણાત છે. 'ડિજિટલ સ્પાઈન OR'નો ઉમેરો તથા નિષ્ણાતોની ટીમ હોવી એ શેલ્બી હોસ્પિટલ્સ માટે ઉત્કૃષ્ટતાની સફરમાં એક મોટી સિદ્ઘિ છે. અત્યંત સ્પેશિયલાઈઝડ સ્પાઈન સર્જરી સાથે સંકળાયેલી જટિલતાઓ અને સંભવિત મુશ્કેલીઓ દૂર કરવા માટે 'ડિજિટલ સ્પાઈન OR'થી ડો. નીરજ બી. વસાવડા દ્વારા સ્થાપિત અને અનુસરવામાં આવતા 'સેફ સર્જરી પ્રોટોકોલ'નો દાયરો વિસ્તરશે.

ટીમ એપ્રોચ : સામુહિક કુશળતા અને સામુહિક કાળજીના કારણે સર્જિકલ પ્રક્રિયા દર્દી માટે સરળ બની રહે છે.

ડો. વિક્રમ શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર, શેલ્બી હોસ્પિટલ્સ જણાવે છે કે, 'તબીબી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ રજુ કરવામાં શેલ્બી હંમેશા અગ્રેસર રહી છે. ઘુંટણના રિપ્લેસેન્ટની સર્જરીમાં અમારું ઇનોવેશન 'ઝીરો ટેકનિક'એ એક અભૂતપૂર્વ સિદ્ઘિ હતી, જેના કારણે સર્જરીનો સમય બે કલાકથી ઘટીને માત્ર ૧૦ મિનિટ થઈ ગયો. તેના કારણે ઓછામાં ઓછો રકત સ્ત્રાવ, ઝડપી રિકવરી અને દર્દીને ઝડપી ડિસ્ચાર્જ જેવા વધારાના ફાયદા મળ્યા. ડિજિટલ સ્પાઈન સર્જરી દ્વારા અમે સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં આવી જ સર્જિકલ સફળતાનું પુનરાવર્તન કરવા માંગીએ છીએ.'

ડો. નીરજ વસાવડા, સિનિયર સ્પાઈન સર્જન અને શેલ્બી હોસ્પિટલ્સ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પાઈન સર્જરીના HOD જણાવે છે કે, 'અમારૃં ડિજિટલ સ્પાઈન ઓપરેશન રૂમ ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશન ટેકનોલોજીથી સજ્જ છે જે સ્પાઈન સર્જરીમાં એક ગેમ ચેન્જર છે કારણ કે તેનાથી સર્જન માનવ કરોડરજ્જુના સૌથી મુશ્કેલ ભાગ સુધી પહોંચી શકે છે. જીપીએસની જેમ ડિજિટલ નેવિગેશન સર્જનને સર્જરી દરમિયાન સચોટ પ્રિસિઝન દ્વારા દિશાનિર્દેશ કરે છે. આ ઉપરાંત તે મિનિમલી ઇનવેઝિવ સર્જરી હોવાથી દર્દી બહુ ટૂંકા ગાળામાં સાજા થઈ શકે છે. અમારા નિષ્ણાતો અને અનુભવી સ્પાઈન સર્જનોની ટીમ તમામ વયના દર્દીઓને તમામ પ્રકારની સ્પાઈનની સમસ્યાઓ અને ઇજાઓમાં લેટેસ્ટ અને વિશ્વ સ્તરની સારવાર પૂરી પાડવા માટે પ્રતિબદ્ઘ છે. અમારી પહેલેથી પ્રસ્થાપિત 'સેફ સર્જરી પ્રોટોકોલ'માં 'ડિજિટલ સ્પાઈન OR'નો ઉમેરો એ વધારાનો ફાયદો છે.

શેલ્બી હોસ્પિટલ્સ

સમગ્ર દેશમાં ૧૧ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ સાથે શેલ્બી હોસ્પિટલ્સ એ ભારતમાં હોસ્પિટલોની સૌથી મોટી ચેઇન્સ પૈકી એક છે. તેની સ્થાપના તેના સીએમડી વિક્રમ શાહે કરી હતી જેઓ વિશ્વ વિખ્યાત જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને દુરંદેશી ધરાવતા ઉદ્યોગસાહસિક છે. શેલ્બી એ રાષ્ટ્રીય સ્તરે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં અગ્રણી છે અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં થતી કુલ જોઈન્ટ સર્જરીઓમાં તેનો હિસ્સો લગભગ ૧૫ ટકા છે. અમદાવાદમાં એસજી હાઈવે ખાતે આવેલું યુનિટ એ ૨૦૦ બેડ ધરાવતી અત્યાધુનિક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. તેનું સ્પાઈન ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં શ્રેષ્ઠ પૈકી એક છે અને કરોડરજ્જુની બીમારીઓની સારવારમાં કુશળતા માટે જાણીતું છે.

(3:23 pm IST)