Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ચેમ્બરની AGM યોજાઇઃ વાર્ષિક અહેવાલ-ઓડિટેડ હિસાબ અને અંદાજપત્રને મંજુરી : વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી

રાજકોટ ચેમ્બર ઓફ કોેમર્સની ર૦ર૦-ર૧ ની વા.સા.સભા યોજાઇઃ વેપારીઓ-ઉદ્યોગપતિઓને પ્રશ્નો-ચેમ્બરમાં સમસ્યા લાવવા અનુરોધ : કોરોના કાળમાં પણ ચેમ્બર દોડતી રહીઃ રજુઆતોને મળી ધારી સફળતાઃ ભાવિ કાર્યક્રમો જાહેર

રાજકોટ તા. ૧ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઐન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને તા. ૩૦/૯/ર૦ર૧ના રોજ યોજાયેલ ચેમ્બરની ૬૭મી વાર્ષિક સામાન્ય સભા કોરોના મહામારી તથા સાવચેતીના ભાગરૂપે ઓનલાઇન યોજવામાં આવેલ જેમાં સમયસર કોરમ પુરૂ થઇ જતા એજન્ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ.

પ્રમુખ વી.પી.વૈષ્ણવએ સૌ સભ્યોને આવકારી ઉદ્દબધોન કરતા રાજકોટ ચેમ્બર વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૭ વર્ષ જુની મહાજન સંસ્થા છે. સૌ સભ્યોના સાથ અને સહકારથી ચેમ્બરે પોતાની સાખમાં ખુબજ વધારો કરેલ છે રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં સમગ્ર રાજયમાં અગ્રેસરનું સ્થાન મેળવેલ છે.જે તમામ બોર્ડ મેમ્બર અને સભ્યઓનાસાથ અને સહકાર થકી શકય બનેલ છે. ઉદ્યોગ જગતની સાથે આમ પ્રજાના પ્રશ્નોને પણ વાચા આપવા ચેમ્બર હંમેશા અગ્રેસર રહેલ છે.ચેમ્બર દ્વારા અલગ-અલગ સેકટરને લગતા સેમીનારો-મિટીંગો યોજવામાં આવે છે કોરોનાના કપરા સમયગાળામાં પ્રથા અને બીજી લહેર દરમ્યાન ચેમ્બરે સારી કામગીરી કરેલ છે. અને સૌ સભ્યોનોએ સમયમાં સારો સાથ અને સહકાર પણ મળેલ છે. નિકાસકારો માટે સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ટુંક સમયમાં જ ઓનલાઇન કરીશું જે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાકોટ ચેમ્બર પ્રથમ છે અને રાજકોટ ચેમ્બરની અત્યાધુનીક વેબસાઇટનું પણ લોન્ચીંગ કરીશું સાથોસાથ વેપારીઓ તથા ઉદ્યોગકારોને રેલ્વે જીએસટી, પીજીવીસીએલ, ઇન્ડસ્ટ્રીને લગતા નાના મોટા કોઇપણ પ્રશ્નો કે સમસ્યા હોય તો ચેમ્બરને જાણ કરવી જેનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવીશું.

ચેમ્બરના માનદ્દ મંત્રી નોતમભાઇ બારસીયાએ ગત વર્ષની વાર્ષિક સભાની મિનીટસનું વાંચન કરેલ જે હાજર રહેલ તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

ત્યારબાદ ચેમ્બરના માનદ્દમંત્રી નોતમભાઇ બારસીયા દ્વારા ર૦ર૦-ર૧ના વર્ષ દરમ્યાન યોજવામાં આવેલ મીટીંગ-મુલાકાતો, સેમિનારો, ઓપન હાઉસ, અખબારી યાદીઓ વગેરે કાર્યવાહીનો અહેવાલ રજુ કરવામાં આવેલ જેમાં રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ સેકટરોમં પડતી મુશ્કેલી અંગે કેન્દ્ર તથા રાજય સરકારમાં કરાયેલ રજુઆતો અને મીટીંગોની જાણ કરેલ જેની સૌ સભ્યોએ સહર્ષ નોંધ લીધેલ. ત્યારબાદ ચેમ્બરના ટ્રેઝર ઉત્સવભાઇ દોશીની સમંતીથી વર્ષ ર૦ર૦-ર૧ ના ઓડીટેડ હિસાબો અને ચાલુ વર્ષ ર૦ર૧-રર નું અંદાજપત્ર રજુ કરેલ તથા ચાલુ વર્ષ માટે ઓડિટરની નિમણુંકને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

ત્યારબાદ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ ઓનલાઇન વાર્ષિક સાધારણ સભામાં આવકારતા જણાવેલ કે જે કમીટમેન્ટ આપેલ છે જેમાં નિકાસકારો માટે સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ઓનલાઇન કરવું. નવી અત્યાધુનીક વેબસાઇટ તૈયાર કરવી, ઓનલાઇન પેમેન્ટ, ટવીટર એકાઉન્ટ શરૂ કરવી જેવી તમામ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. સાથોસાથ ભવિષ્યમાં નિકાસકારો માટે આઇસીડી રેલ્વેની માધાપર જગ્યા પાસે શરૂ કરવા પણ પ્રયાસ ચાલી રહ્યા છે. તેમજ રાજકોટ-સુરેન્દ્રનગર ડબલટ્રેકની કામગીરી પણ ઝડપથી પુર્ણ થાય, એરકાર્ગોની સુવિધા પણ તાત્કાલીક મળે. આઇજીએસટી રીફંડ પણ તાત્કાલીક મળી રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

વધુમાં પ્રમુખ વી.પી.વૈષ્ણવએ ચેમ્બરના તમામ સભ્યોનો ઓડિટેડ હિસાબો તથા અંદાજપત્ર વિગેરેને મંજુરી આપવા બદલ આભાર વ્યકત કરેલ. રાજકોટ ચેમ્બરની કામગીરીથી તમામ સભ્યઓ સંતુષ્ટ છે. રાજકોટ ચેમ્બરે કોરોનાના કપરાકાળ દરમ્યાન ઇન્ડસ્ટ્રીઓ શરૂ કરાવવી, વેકશીનેશન કેમ્પો કરવા, રાત્રી કર્ફફુંમાં રાહત આપવા જેવા વિવિધ પ્રશ્નો અંગે રજુઆતો કરેલ જેમાં સફળતાઓ પણ મળેલ છે જેમાં હાલમાં જ રાજકોટ-અમદાવાદ ૬ લેન પ્રોજેકટમાં કુવાડવા જીઆઇડીસી પ્લોટ હોલ્ડરોની જગ્યા કપાતની રકમ આશરે રૂ. ૩ કરોડ આસપાસ સરકારના ડિપાર્ટમેન્ટમાં રૂબરૂ અને લેખિત વારંવાર રજુઆત કરી રકમ પરત કરાવેલ ખીરસરા જીઆઇડીસી ફાળવેલ તેમાં અમુક પ્લોટ ધારકોને મોટા ખાડાઓ દુર કરવા માટે સ્પેશ્યલ ૪ કરોડ આસપાસનું ટેન્ડર બહાર પડાવી પ્લોટ હોલડરોની જગ્યા સમથળ કરાવેલ વિગેરે બાબતો ધ્યાને મુકેલ. તેમજ કોઇપણ સંસ્થાનો પાયો તેમના તેના સભાસદો જ હોય છે અને સભ્યોના પ્રશ્નો અંગે યોગ્ય રજુઆત કરી તેનું નિરાકરણ લાવવાનો મુળભુત હેતુ છે તેથી કોઇપણને વેપાર-ઉદ્યોગને લગતા પ્રશ્નો કે સમસ્યાઓ હોય તો ચેમ્બરને જાણ કરવી જેથી તેનું યોગ્ય નિરાકરણ લાવી શકાય તેમ જણોલ.

એજન્ડા પ્રમાણે અન્ય કોઇ કાર્યવાહી બાકી રહેતી ન હોવાથી વાર્ષિક સભાના અંતમાં આભાર વિધી ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ કરેલ તેમજ સમગ્ર સભાનું સંચાલન માનદ્દમંત્રી નૌતમભાઇ બારસીયાએ કરેલ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:24 pm IST)