Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કાલે મ.ન.પા. ઉજવશે 'મહાત્મા ગાંધી જયંતી - આઝાદી કા અમૃત મહોત્સવ' : ગાંધી ધુન

સવારે ૬.૩૦ વાગ્યે રેસકોર્ષમાં પ્લોગીંગ રન, સાઇકલોથોન અને વોકેથોન યોજાશે : કલીન ઇન્ડિયા અભિયાનનો થશે પ્રારંભ : સફાઇ કર્મચારીઓનું સન્માન : મ.ન.પા.ના પદાધિકારીઓ, સાંસદો, કોર્પોરેટરો, ભાજપ આગેવાનો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૧ : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર જેનુ દેવન, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર એક યાદીમાં જણાવે છે કે, આવતી કાલે બીજી ઓકટોબર 'મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત 'કલીન ઇન્ડિયા' અભિયાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમો મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે. ગાંધી ધૂન કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રાજય વાહન વ્યવહાર, નાગરિક ઉડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવશે.

કાલે બીજી ઓકટોબરે સવારે ૬.૩૦ કલાકે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન યોજાશે. જેમાં પદાધિકારીઓ તથા કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને આ ત્રણેય ઇવેન્ટમાં ભાગ લેનાર શહેરીજનો ઉપસ્થિત રહેશે.

સાઈકલોથોનનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ સાઈકલ કલબ અને રાજકોટ રેન્ડોનીયર્સ તથા વોકેથોનનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્ર્મે થનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રિજયોનલ મેનેજર કે. પાર્થ સારથી નાયડુ, રાજકોટ સાઈકલ કલબના પ્રમુખ દિવ્યેશભાઈ જસાણી અને રાજકોટ રેન્ડોનીયર્સના વિજયભાઈ દોંગા તથા તેમની ટીમ રાજકોટ

(3:26 pm IST)