Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજકોટમાં રવિવારથી 'ફૂડીઝ ડેઈલી ચસ્કા'નો પ્રારંભ

સ્વાદપ્રેમીઓ માટે ફૂલછાબ ચોકમાં અસલમ હિંગોરા દ્વારા નવું સાહસ : દાબેલી, પિઝા, બર્ગર, મેગી સહિત ૧૪૦થી વધુ આઈટમોઃ દશેરા સુધી એક દાબેલી સાથે એક ફ્રી સહિત ઢગલા બંધ ઓફરઃ નાના પ્રસંગો પણ એ.સી. હોલમાં થઈ શકશે

ફૂડીશ ડેઈલી ચસ્કા દુર્ગેશ હોટલ, ફૂલછાબ  ચોક, સદર, રાજકોટ મો.૭૨૦૭૨ ૪૭૧૪૭

રાજકોટ,તા.૧: શહેરના સ્વાદપ્રેમીઓ માટે વધુ એક સારા સમાચાર છે. અહિંના ફૂલછાબ ચોકમાં 'ફૂડીઝ ડેઈલી ચસ્કા'નો આગામી તા.૩ ઓકટોબરના રવિવારથી શુભારંભ થઈ રહ્યો છે.

'ફૂડીઝ ડેઈલી ચસ્કા'ના ઓનર શ્રી અસલમભાઈ હિંગોરાએ જણાવેલ કે અહિં પિઝા, દાબેલી, બર્ગર, મેગી, પફ, વડાંપાવ, પાઉંભાજી, છોલે, ભેળ સહિત ફાસ્ટફૂડની ૧૪૦થી વધુ આઈટમો મળશે. આઉટલેટના પ્રારંભથી નવરાત્રી અને દશેરા સુધી દાબેલી સાથે એક દાબેલી ફ્રી ખાસ ઓફર રાખવામાં આવી છે. આ ઉપરાંત આગામી સમયમાં પણ કોમ્બો ઓફર ચાલુ જ રહેશે.

શ્રી હિંગોરાએ જણાવેલ કે આઉટલેટમાં નાના ફંકશનો જેવા કે બર્થ-ડે પાર્ટી, મીટીંગ જેવા ફંકશનો થઈ શકશે. જેમાં ગ્રાહકોએ એ.સી. હોલનું ભાંડુ ચુકવવું પડશે નહી માત્ર ફૂડનું જ ચુકવણું કરવાનું રહેશે.

 આ તકે 'ફૂડીશ'ના પાર્ટનર શ્રી નવીન કેવલાનીએ જણાવેલ કે ફૂડીશ ડેઈલી ચશ્કાના રાજયમાં ૧૫થી વધુ આઉટલેટ છે. ટૂંક સમયમાં ૫૦ આઉટલેટનો ધ્યેય રાખવામાં આવ્યો છે. તેઓએ જણાવેલ કે ફૂડીશ ડેઈલી ચસ્કાના અનુભવી ચેફ એ સાલ ૨૦૧૯માં વિશ્વની સૌથી મોટી દાબેલી બનાવી હતી, જેનું વજન ૫૦ કીલો હતું. જી હાં ! અને તેની નોંધ 'લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' એ પણ લીધી હતી. પાર્ટી ઓર્ડર, ફેમિલી રૂમ અને બર્થ-ડે ઉજવણી માટેની મીની એસી હોલ પણ છે. સ્વિગી અને ઝોમેટો દ્વારા ઘર બેઠા પણ ઓર્ડર આપી શકાશે.

તસ્વીરમાં ડાબેથી અનુક્રમે ડો.અનવર કોઠીયા, આઉટલેટના ઓનર અસલમભાઈ હિંગોરા અને  'ફૂડીશ'ના નવીન કેવલાની નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:51 pm IST)