Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ક્રેડાઇ ગુજરાતના ઉપપ્રમુખ પદે સુજીત ઉદાણી : જોઇન્ટ સેક્રેટરી પદે આશિષ મહેતા

રાજકોટઃ કોન્ફેડરેશન ઓફ રીઅલ ડેવલપર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોસીએશનના સેક્રેટરી સુજીતભાઇ ઉદાણી (૯૮૨૪૬ ૫૦૫૦૧) ની ક્રેડાઇ ગુજરાતમાં ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય આશીષ મહેતા (મો.૯૯૦૯૭ ૦૦૨૦૦) ની જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજસ્થાનના ઉદયપુર ખાતે યોજવામાં આવેલ મીટીંગમાં હોદેદાર તરીકે નિયુકત કરવામાં આવેલ છે. ગુજરાત ક્રેડાઇ સાથે રાજયના ૧૦ હજાર થી વધુ બિલ્ડર્સ અને ૪૩ એસોસીએશન સક્રિયતાથી જોડાયેલા છે. રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન પરિવાર તથા બિલ્ડર્સ મિત્રો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવાઇ રહી છે.

(3:52 pm IST)