Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સનસાઇન કોલેજમાં બે દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

રાજકોટઃ સનસાઇન ગૃપ ઓફ ઇન્સ્ટીટયુસન્સમાં લેટેસ્ટ ઇન બીઝનેસ મેનેજમેન્ટના વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠ અને ડો.આલોક ચક્રવાલ, કુલપતિ યુનિવર્સિટી બિલાસપુર -છતીસગઢ, ડો. બલબીર તલવાર, એકઝીકયુટીવ ડિરેકટર એચ.આર. એન્ડ કોર્પોરેશન ભેલ-નવી દિલ્હી, દીપક જૈન, ડીરેકટર જનરલ, ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રીઝ ઉપસ્થિત આ કોન્ફરન્સની શરૂઆતમાં ડો.વિકાસ અરોરા, ડિરેકટર ઓફ સનસાઇન ગૃપ ઓફ ઇન્સ્ટીટટયુન્સ અને કોન્ફરન્સના ચેર તરીકે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું.

કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી તમામ વકતાઓ અને સેશનચેરએ ભાગ લીધો હતો. તેમ ડો.સમીર રોહડીયા, ડેટા એનાલીસ્ટ, જર્મીની, ડો. ત્રિપ્તી વશિષ્ઠ, એસોસીએટ પ્રોફેસર સ્ટેટ યુનિવર્સિટી-યુએસએ ડો.શિવેન્દ્ર પ્રતાપસિંઘ, યુનિવર્સિટી ઓફ વાકેફો-ન્યુઝીલેન્ડ આંતરરાષ્ટ્રીય વકતાઓ તરીકે ઉપસ્થિત રહયા હતા. મુખ્ય વકતાઓમાં ડો.સંજય ભાયાણી, ડીન ડીપાર્ટમેન્ટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડો.હિતેષ  શુકલા, ડો.રાજેશ ખજુરીયા, એસીબીએફપી-યુઅસસે કમિશ્નર કેન્યાસ સીટી, યુ.એસ.એ. ડો.પંકજ મદાન, ડીન ગુરૂકુલ કાંગરી યુનિવર્સિટી હરીદ્વારા ડો.કરમીન્દર ગુમાન હેડ થાપર ઇન્સ્ટીટયુટ પંજાબ, ડો.દીપેન્દ્ર શર્મા, ડીન યુનાઇડેડ વલ્ડૃ સ્કુલ ઓફ બીઝનેસ કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર હાજરી આપી. ડો.કોમલ પટેલ, ડો. ખુશ્બુ દવે, ડો.તુલસી રાવલ અને ડો.અમીત પોપટ, ડો.અમીત વડેરા, ટેકનીકલ સેસનમાં સેસન ચેર તરીકે રહયા હતા. કોનફરન્સનું પહેલા દિવસનું સમગ્ર સંચાલન પ્રો. અપુર્વા મહીવાલ અને બીજા દિવસનું સમગ્ર સંચાલન પ્રો.પ્રતિક પાંઉ અને પ્રો.કિશા ગણાત્રાએ કર્યુ હતું. કાર્યક્રમની આભારવિધિ કોન્ફરન્સ કન્વેનર, એસોસીએટ પ્રોફેસર ડો.દિપ્તી શર્માએ કરી હતી. પ્રો.સીમા અરોરાએ કોન્ફરન્સની સમગ્ર માહીતીથી તમામને માહીતગાર કર્યા હતા. સમગ્ર ટેકનીકલ સંચાલન એમ.બી.એ.ડીપાર્ટમેન્ટના પ્રો.સમીર ધોળકીયા અને પ્રો.આશિતા સવસાણીએ કર્યુ હતું.

સમગ્ર કોન્ફરન્સની સફળતા માટે સંસ્થાના ચેરમેનશ્રી મિનેષ માથુરે તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ, તમામનો આભાર માન્યો હતો.

(3:53 pm IST)