Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઓપન સૌરાષ્ટ્ર કચ્છ રેપીડ ચેસ ટુર્ના. : ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો

ગેસ્ફોર્ડ ચેસ કલબ અને દશા સોરઠીયા વણિક (મહાજન) સમાજ દ્વારા એક સાથે ચાર ચેસ ટુર્નામેન્ટનું ઓપનીંગ માલવીયા વાડી ખાતે કરાયુ હતુ. સ્વ. નટુભાઇ સોલંકી (જીસીસીના પૂર્વ પ્રમુખ) ને યાદ કરી દીપ પ્રાગટયથી આ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ હતી. મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મ્યુ. વોટર વર્કસ ચેરમેન દેવાંગભાઇ માંકડ, પૂર્વ મેયર અઅશોકભાઇ ડાંગર, વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટર નીતિનભાઇ રામાણી, રમેશભાઇ ટીલાળા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, એડવોકેટ પ્રદીપભાઇ ત્રિવેદી, કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ, શહેર હોમ ડેકોર (મુખ્ય સ્પોન્સર) સંદીપભાઇ અગ્રવાલ, રાજેશભાઇ ધ્રુવ, પ્રમોદભાઇ પારેખ, પ્રમુખ વણિક સમાજ, ધીરૂભાઇ ધાબલીયા, જયેશભાઇ ધ્રુવ, શાંતિલાલ ધાબલીયા, હસુભાઇ ગણાત્રા, જહાન્વીબેન લાખાણી, અરવિંદભાઇ મણીઆર, જનકલ્યાણ ટ્રસ્ટ, જીમીભાઇ દક્ષીણી, પી. પ્રભુદાસ એન્ડ કંપની, બીનાબેન ધકાણ પ્રિન્સીપાલ કુંડલીયા કોલેજ, રક્ષીતભાઇ કલોલા મદદનીશ સરકારી વકીલ, રાજનભાઇ કવા મેટ્રો ગ્રુપ, ડો. મુકેશભાઇ ભટ્ટ માનવ સેવા મંદિર, અશ્વિનભાઇ પુજારા રાઇજીંગ ઇન્ડિયા ગ્રુપ, રસીકભાઇ ગોરસિયા વિનમા ડીટરજન, નીશા ચાવડા મીસીસ વેસ્ટ ઇન્ડિયા, સુરેનભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ અને ચેસ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અન્ડર-૧૧, અન્ડર-૧૬ લેડીઝ, બોયઝ અને ઓપન કેટેગરી મળી  કુલ ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. મુખ્ય સ્પોન્સર સંદીપભાઇ અગ્રવાલ દ્વારા કુલ રૂ.૪૦ હજારના ઇનામો જાહેર કરાયા હતા. ટુર્નામેન્ટમાં ચીફ આર્બીટર તરીકે જય ડોડીયા અને સહ આર્બીટર તરીકે પંકજભાઇ પંચોલી તથા મહેશભાઇ વ્યાસે સેવા આપી હતી. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા ગેસ્ફોર્ડ ચેસ કલબના વિશાલભાઇ સોલંકી, કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઇ ડોડીયા, હર્ષિલભાઇ શાહ, ભાવેશભાઇ પટેલ, રાજેશભાઇ ધ્રુવ, વલ્લભભાઇ પીપળીયા, અરવિંદભાઇ માલવી, મહેશભાઇ ચૌહાણ, ચિરાગભાઇ સંઘવી, સિધ્ધાર્થભાઇ  મહેતા, રવિભાઇ સુરાણી, વિશાલભાઇ સોની, અનિલભાઇ શુકલા, હિમાંશુભાઇ પટેલ, પૂર્વેશ વડગામા તેમજ કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)