Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગુડ ટચ બેડ ટચ અંગે શાળા નં. ૯૩ માં સેમીનાર

 નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ ખાતે પોલીસ વિભાગ દ્વારા 'ગુડ ટચ બેડ ટચ' વિષે એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. સાથે ધો.૬ થી ૮ ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને સ્લોગન રાઇટીંગ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. પૂર્વ મેયર અને એડવોકેટ શ્રીમતી ડો. ભાવનાબેન જોષીપુરા, મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ચેતનાબેન વાછાણી, ગવર્નમેન્ટ લો કોલેજના પ્રિન્સીપાલ ડો. મિનલબેન રાવલ, ડો. મૌલીબેન ગણાત્રા, મહિલા પોલીસ સ્ટેશનના પ્રિયંકાબેન પરમાર તથા દીયાબેને ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ગુડ ટચ અને બેડ ટચ વિષે બાળકોને જાણકારી આપતા પોસ્ટરનું આ તકે વિતરણ કરાયુ હતુ. તેમજ શાળાના આચાર્યશ્રી વનિતાબેન રાઠોડનું રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા બદલ સન્માન પણ કરાયુ હતુ.

(3:53 pm IST)