Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કાલે નેચરોપેથી અને યોગીક પધ્ધતિઓ દ્વારા ચિકિત્સા અને માર્ગદર્શન કેમ્પ

ગાંધીજયંતિ નિમિતે ઇન્ડિયન લાયોનેસ ઉડાન દ્વારા

રાજકોટઃ ઇન્ડિયન લાયોનેસ ઉડાન કલબ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે રજી ઓકટોબરના સવારે ૯ થી ૧૨ નેચરલ લાઇફ સાયન્સ દ્વારા દવા વિનામુલ્યે રોગ નિવારણ કેમ્પનું આયોજન કરેલ છે.

દવા, રહિત, આહાર, પંચમહાભુત તથા રોગ આધારીત નેચરોપેથી અને યોગીક પધ્ધતિઓ દ્વારા ચિકિત્સા તથા માર્ગદર્શન કેમ્પમાં પ્રેસીડન્ટ જાગૃતિ ખીમાણી (નેશનલ લાયોનેસ કો. કન્વીનર), સ્ટેટ પ્રેસીડેન્ટ (ફાઉન્ડર પ્રેસીડેન્ટ) વિજયાબેન કટારીયા, સેક્રેટરી ધાત્રી ભટ્ટ, વાઇસ પ્રેસીડેન્ટ હીનાબેન રામાણી વાઇસ  પ્રેસીડેન્ટ નીનાબેન વજીર જહેમત ઉઠાવી રહયા છે. આ પ્રોજેકટના ડાયરેકટર શીતલબેન મહેતા નામ નોંધણી માટે શિતલ મહેતા ૮૦૦૦૩ ૬૪૦૬૪, ૭૮૭૮૦ ૩૬૧૪૧, ૯૪૨૭૭૨૫૩૫૦, ૯૪૨૭૭ ૭૫૧૪૫, ૯૮૭૯૮ ૭૮૫૫૮.

કેમ્પનું સ્થળઃ શીતલબેન મહેતા (નેચરલ લાઇફ સાયન્સ યુનિવર્સલ ઇન્સ્ટીટયુટ ઓફ અલ્ટરનેટીવ થેરાપી શીવ શેરી નં.૬ નાલંદા સોસાયટી, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાછળ , કાલાવડ રોડ રાજકોટ

(3:55 pm IST)