Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કોઠારીયા રીંગ રોડ પરથી ગઈકાલે બે હથિયાર સાથે એક શખ્સને પકડયા બાદ વધુ એક શખ્સને પિસ્તોલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર એ.સી.પી. ક્રાઇમ ટીમ

ચોટીલાના ખુશીનગરમાં રહેતા ભરત કરપડાને પકડી લીધો

રાજકોટ: ગઇકાલે કોઠારીયા રીંગ રોડ, આજી નદીના પુલ પાસે મારા ઉધોગ જી.આઇ.ડી.સી. સામેથી વનરાજ રણજીતભાઇ ગઢવી (ઉ.વ.૨૧ રહે.રામપાર્ક શેરી નં ૫ કોઠારીયા રીંગ રોડ, મીરા ઉધોગ જી.આઇ.ડી.સી. સામે રાજકોટ)ને બે ગે.કા. હથીયાર પકડી લીધો હતો. તેની વધુ પુછપરછ દરમ્યાન વધુ એક શખ્સ ભરત દેવાયતભાઇ કરપડા-કાઠી દરબાર (ઉવ.૩૯ રહે.ખુશીનગર શેરી નં.૩ ચોટીલા જી.સુરેન્દ્રનગર મુળ રહે.સુદામડા તા.સાથલા જી.સુરેન્દ્રનગર)ને પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.૧૫૦૦૦ સાથે પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૧ પ્રવીણ કુમાર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી.ક્રાઇમ ડી.વી. બસીયાએબરાજકોટ શહેરમાં ગે.કા. પ્રવૃતી સદંતર નાબુદ કરવા અંગે સુચના આપેલ હોય જે અન્વયે 

આ કામગીરી એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાની ટીમના એ.એસ.આઇ. આર.કે. જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. ભુપતભાઇ રબારી, તથાકોન્સ. વિજયસિંહ જાડેજાએ કરી છે.

 

(6:53 pm IST)