Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કાલે દિલ્‍હીમાં સ્‍વચ્‍છતા અંગે કાર્યક્રમઃ બ્રિજેશ મેરજા સહભાગી

રાષ્‍ટ્રપતિની હાજરીમાં ગૌરવપૂર્ણ સમારોહ

રાજકોટ, તા. ૧ :  ભારત સરકારના જળશકિત મંત્રાલયના પેયજલ અને સ્‍વચ્‍છતા પ્રભાગ દ્વારા ર-ઓકટો.ને પ્રતિ વર્ષ સ્‍વચ્‍છતા ભારત વિકાસને સ્‍મારક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો દ્વારા સ્‍વચ્‍છતા ઝુંબેશ દરમ્‍યાન કરવામાં આવેલા વિવિધ સ્‍વચ્‍છતા કાર્યોનું સન્‍માન તા. ર ઓકટો. ર૦રર ના રોજ દિલ્‍હી ખાતે વિજ્ઞાન ભવનમાં કેન્‍દ્રીય મંત્રીશ્રીઓ, પંચાયત, જળશકિત, ગ્રામ વિકાસની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાનાર છે.

જેમાં કેબીનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ તથા રાજયમંત્રી શ્રી બ્રિજેશ મેરજા-પંચાયત પણ ઉપસ્‍થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં રાષ્‍ટ્રપતિ શ્રી દ્રૌપદીનું મુર્મુ પણ ખાસ ઉપસ્‍થિત રહી સ્‍વચ્‍છતા ક્ષેત્રે કામ કરતા સૌ. કોઇને પ્રેરિત કરવા, સ્‍વચ્‍છતા સન્‍માનમાં સહભાગી બનશે. આ ગૌરવશાળી પ્રસંગમાં ઉપસ્‍થિત રહેવા મોરબી-માળીયાના ધારાસભ્‍યશ્રી અને પંચયત-મંત્રી બ્રિજેશ મેરજા સાંજે દિલ્‍હી પહોંચી જશે, કાલે કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરશે તેમ જાણવા મળ્‍યું છે.

(11:52 am IST)