Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વાવડીના ધનરાજ પાર્કમાં ધર્મપત્‍નિ સાથે ગરબા રમતી વખતે પટેલ કારખાનેદાર પ્રવિણભાઇનું હૃદય બેસી ગયું

જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ... : સોસાયટીના કોમન પ્‍લોટમાં બનાવઃ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ મૃતદેહ જ પહોંચ્‍યોઃ પરિવારજનો-રહેવાસીઓમાં ગમગીનીઃ મુળ મોરબીના માનસર ગામના વતની

રાજકોટ તા. ૧: જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ...ગીતની આ પંક્‍તિ મુજબ માનવીની જિંદગીની સફરનો અંત ક્‍યારે અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી. શહેરના ગોંડલ રોડ પર વાવડીના ધનરાજ પાર્કમાં આવેલા પોસિબલ ઇન્‍ક્‍લો એપાર્ટમેન્‍ટમાં પાંચમા માળે રહેતાં મુળ મોરબીના માનસરના કડવા પાટીદાર પરિવાર સાથે આવી જ એક ઘટના બની ગઇ છે. જેમાં પટેલ કારખાનેદાર સોસાયટીના કોમન પ્‍લોટમાં યોજાયેલા ગરબામાં ધર્મપત્‍નિ સાથે ગરબા રમતાં હતાં ત્‍યારે હૃદય બેસી જતાં જિંદગીનો અંત આવી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ વાવડી ધનરાજ પાર્કમાં આવેલા એપાર્ટમેન્‍ટમાં રહેતાં પ્રવિણભાઇ મુળજીભાઇ દેથરીયા (કડવા પટેલ) (ઉ.વ.૫૨) સોસાયટીના કોમન પ્‍લોટમાં રહેવાસીઓ માટે યોજાયેલા ગરબામાં પોતાના ધર્મપત્‍નિ પ્રભાબેન સાથે ગરબા રમવા રાતે અગિયારેક વાગ્‍યે ગયા ત્‍યારે ગરબા રમતી વખતે અચાનક હૃદય બેસી જતાં ઢળી પડયા હતાં. તેમને બેભાન હાલતમાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં સ્‍વજનો અને રહેવાસીઓમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પ્રવિણભાઇ જીલરીયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર પ્રવિણભાઇ દેથરીયા ચાર ભાઇ અનેત્રણ બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે મુળ મોરબીના માનસરના વતની હતાં. ગોંડલ રોડ પર ખોડિયાર હોટેલ સામે વાલ્‍વ બનાવવાનું કારખાનુ ચલાવતાં હતાં.

પ્રવિણભાઇ સાથે  તેમના ભાઇઓ અને પુત્ર પણ આ કારખાનામાં  સાથે બેસે છે. સાંજે સાડા આઠેક વાગ્‍યે તેઓ કારખાનેથી ઘરે આવ્‍યા બાદ દિકરીના ઘરની ચાવી મળતી ન હોઇ તે પોતાના ઘરેથી બીજી ચાવી આપવા ગયા હતાં. પરત આવી અગિયાર વાગ્‍યા બાદ પત્‍નિ સાથે ગરબા રમવા ગયા હતાં અને

(11:52 am IST)