Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ઇદે મીલાદ નિમિતે ૧ર દી'ના વાઅઝ

રાજકોટ તા. ૧ :.. ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મ દિવસ ૯ દિ' પછી આગામી રવિવારે ઇદે મીલાદના સ્વરૃપે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે પૈગમ્બર સાહેબના ગુણગાન ગાવા મુસ્લિમ સમાજમાં જબરો ઉત્સાહ પ્રવર્તે છે. ત્યારે ગત મંગળવારે સાંજે ઇસ્લામી માસ ર બીઉલ અવ્વલના ચંદ્રદર્શન થયાની સાથે એજ રાત્રીથી દરરોજ રાત્રીના ૧ર દિ' ના વાઅઝના કાર્યક્રમનો પ્રારંભ થયો છે.જેમાં કાદરીયા ગ્રુપ દ્વારા રઝાનગર ખાતે મસ્જીદે ગૌષીયાહ પાસે દરરોજ રાત્રે જાણીતા વકતા મૌલાના અ. રહીમ બરકાતી (ઉના) તકરીર કરી રહ્યા છે.

જયારે તા. ૩ થી ૮ સુધી કરેલીપુરા મેનન જમાઅત દ્વારા હાથીખાના-૧ માં રાજકોટની ધરતી ઉપર બીજીવાર આવતા હઝરત મૌલાના ગુલામ મુસ્તુફા હબીબી (ઉત્ર પ્રદેશ) તકરીર કરશે.

આ ઉપરાંત હુસૈની ચોક રામનાથપરા ત્થા વાવડી ગામે પણ જશ્ને ઇદેમીલાદના ૧ર દિ' ના વાઅઝના ભવ્ય કાર્યક્રમો ચાલુ છે. જયારે અનેક મુસ્લિમ વિસ્તારોમાં પણ વાઅઝ થઇ રહ્યા છે. અને મસ્જીદોમાં દરૃદ ખ્વાની થઇ રહેલ છે.

(3:36 pm IST)