Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સનેડો, ભાઈ- ભાઈ- ટીટોડાના તાલ ઉપર ઝુમતા બાલભવનના ભુલકાઓ

રાજકોટઃ અહિંના બાલભવન ખાતે દરવર્ષે બાળ ખેલૈયાઓએ ગરબા- ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો, ભાઈભાઈ અને ટીટોડાનાં તાલમાં પણ ઝુમ્‍યા હતા. રોજેરોજ ૪૦ જેટલા બાળકોને  પ્રિન્‍સ/ પ્રિન્‍સેસ જાહેર કરી ઈનામ પુરસ્‍કાર આપવામાં આવે છે.

અપૂર્વભાઈ માણેક, નરેન્‍દ્રભાઈ નથવાણી, જે.વી.શાહ, હર્ષલભાઈ માંકડ, વર્ષાબેન શાહે, માં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી. નિર્ણાયકો હિનાબેન વ્‍યાસ, રાધિકાબેન વ્‍યાસ, પલ્લવીબેન ઠેસીયા અને રિધ્‍ધીબેન મારૂએ સેવા આપી હતી. બાલભવન રાજકોટનાં માનદ મંત્રી  મનસુખભાઈ જોષી અને ટ્રસ્‍ટી ડો.અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન)ના હસ્‍તે તમામ વિજેતાઓને ઈનામ વિતરણ  કરાયું. બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઈ વ્‍યાસનાં મેનેજમેન્‍ટ સાથે કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્‍યાસ દ્વારા કરાયું હતું.

(3:44 pm IST)