Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગરબી રમતાં પુત્રને સ્‍ટેજ પરથી ઉતારી મુકાતાં માથાકુટઃ જયદિપભાઇને લાફા-ઢીકા-પાટુનો માર

કાલાવડ રોડ પર સરકારી ચોર્યાસી ક્‍વાર્ટરમાં બનાવઃ પેટ-છાતી-ગુપ્‍તાંગમાં ઇજા

રાજકોટ તા. ૧: કાલાવડ રોડ પર ચોર્યાસી ક્‍વાર્ટરમાં રહેતાં બાંધકામ કોન્‍ટ્રાક્‍ટરને તેના જ પડોશમાં રહેતાં વ્‍યક્‍તિએ કાંઠલો પકડી તું રાવણ છો? તેમ કહી ગાળો દઇ લાફા મારી પેટ-છાતીમાં અને ગુપ્‍તાંગ પર પાટા મારી ઇજા કરતાંસારવાર લેવી પડી હતી. અ યુવાનના ગરબી રમેલા પુત્રને પડોશી વ્‍યક્‍તિએ સ્‍ટેજ પરથી ઉતારી મુક્‍યો હોઇ તે બાબતે આ માથાકુટ થઇ હતી.

આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ પરિમલ સ્‍કૂલ પાસે ગવર્નમેન્‍ટ કોલોની  ચોર્યાસી બી યુનિટ ક્‍વાર્ટર નં. ૫/૫૮માં રહેતાં અને કોન્‍ટ્રાક્‍ટર તરીકે કામ કરતાં જયદિપભાઇ યોગેશભાઇ ગોંડલીયા (બાવાજી) (ઉ.૩૪)ની ફરિયાદ પરથી કાર્યવાહીક રવામાં આવી છે.

જયદિપભાઇએ પોલીસને જણાવ્‍યું હતું કેહું બાંધકામ કોન્‍ટ્રાક્‍ટ રાખી કામ કરુ છું. અમારા ઘર પાસે રાતે દસેક વાગ્‍યે બેઠો હતો ત્‍યારે સામેગરબી ચાલુ હતી. તેમાં મારો આઠ વર્ષનો દિકરો ગરબી રમવા ગયો ત્‍યારે પડોશીના એક છોકરાના પિતાએ મારા દિકરાને સ્‍ટેજ પરથી નીચે ઉતારી મુકતાં હું મારા છોકરા પાસે ગયો હતો અને મેં તેને પુછેલું કે શા માટે તને નીચે ઉતારી મુક્‍યો? તેથી તેણે કહેલું કે રમતી વખતે એક એ ભાઇની દિકરીને મારાથી ધક્કો લાગી જતાં તેણેમને નીચે ઉતારી મુક્‍યો છે. આ વખતે એ બાળકીના પિતા અને બીાજ એક જણાએ આવી મારો કાંઠલો પકડી ‘તું શું બોલે છે? તું રાવણ છો?' તેમ કહી ગાળો દઇ મને ફડાકા મારી છાતી પેટમાં ઢીકાપાટુ માર્યા હતાં. પ્રાઇવેટ પાર્ટમાંપણ મને પાટુ માર્યુ હતું. મેં પોલીસને ફોન કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી અને સારવાર લીધી હતી. હેડકોન્‍સ. પી.વી. જીલરીયાએ વિશેષ કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)