Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જૈનમ નવરાત્રી મહોત્‍સવ સોળ કળાઓ ખીલી ઉઠયોઃ પારીવારીક માહોલને વખાણ્‍યો

આજે કલર ઓફ ધ ડેમાં બ્‍લેક અને નીઓન ડ્રેસીસ અને નીઓના એસેસરીઝમાં ખેલૈયાઓ સજજ થશેઃ આજે દલિત સમાજનાં આગેવાનો માતાજીની આરતીનો લાભ લેશે

રાજકોટઃ જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા આયોજીત રાસોત્‍સવમાં સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્‍ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ જૈનમની આગવી ઓળખ બની ચુકયુ છે. ગ્રાઉન્‍ડમાં સેલ્‍ફી ઝોનમાં દરરોજ અલગ અલગ થીમ રાખવામાં આવી રહી છે.
કડવા પટેલ સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં કડવા પટેલ સમાજના સર્વશ્રી કાંતીભાઈ જાવીયા (એડીકો ગ્રુપ), પ્રવિણભાઈ પટેલ-આદર્શ પેટ્રોલીયમ, શ્રી રમેશભાઈ ગામી - બીએપીએસ મંદિર,  રસીલાબેન પટેલ, શીતલબેન પટેલ સહિતનાએ માતાજીની આરતીનો લાભ લીધેલ હતો.
જૈનમ નવરાત્રીના પાંચમા નોરતે જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવને માણવા મહેમાન ગુજરાત રાજયનાં પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ, પ્રદિપભાઈ ડવ - મેયરશ્રી રાજકોટ મહાનગર, ઈન્‍ડીયન મેડીકલ એસોસીએશનનાં ડો.સંજયભાઈ ભટ્ટ, ડો.બિનાબેન ભટ્ટ, ડો.દર્શના પંડયા, ડો.ચેતન લાલસેતા, ડો. અનીત અગ્રવાલ, ડો.ભાવેશ સચદે, ડો.પારસ શાહ, શ્રી હંસરાજભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ ઠુમ્‍મર, મુકેશભાઈ મલકાન - આર.એસ.એસ. પ્રાંત સંઘ સંચાલકજી, ડો.જીતેન્‍દ્રભાઈ અમલાણી - આર.એસ.એસ. મહાનગર સંદ્ય સંચાલકજી, શ્રી નરેન્‍દ્રભાઈ દવે - આર.એસ.એસ. પ્રાંચ વ્‍યવસ્‍થા પ્રમુખ, શ્રી કેતનભાઈ વસા ઉપસ્‍થિત રહયા હતા.
બહેનો માટે ચુડ્ડી બીંદી સ્‍પર્ધા તેમજ ભાઈઓ માટે સાફા-પાધડી સ્‍પર્ધામાં વિજેતા જાહેર કરી ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતાં. ઉપરાંત દરરોજ ખેલૈયાઓ વચ્‍ચે ચાર લકકી ડ્રો કરવામાં આવેલ. જેના વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ હતાં.
પાંચમા નોરતે સીનીયર પ્રીન્‍સ તરીકે ઉદાણી રાજ, શેઠ અનિક, પારેખ નિશીત તેમજ સીનીયર પ્રીન્‍સેસ તરીકે  દેસાઈ સાક્ષી, શાહ રૂત્‍વી, ગાંધી ભૂમિ ઉપરાંત સીનીયર પ્રીન્‍સ વેલ ડ્રેસમાં મહેતા જીતેન્‍દ્ર, નિરવ બદાણી, વોરા મનન તેમજ સીનીયર પ્રીન્‍સેસ વેલડ્રેસ તરીકે શાહ મૈત્રી, દેસાઈ પુજા, ગાંધી જલ્‍પા તેમજ જુનિયર પ્રિન્‍સ તરીકે યુગ શેઠ, દોશી જીનેશ, શાહ નિર્મીત અને જુનિયર પ્રીન્‍સેસ તરીકે દોશી શ્રેયા, દોમડીયા મેધા, જીનાલી વોરા ઉપરાંત  જુનીયર પ્રિન્‍સ વેલડ્રેસમાં વોરા નિલ, ધ્રુવ શ્રેય, રેયાંશ ખારા તેમજ જુનિયર પ્રીન્‍સેસ વેલડ્રેસમાં આરાહી સંદ્યવી, દોશી દેવના, રાજવી શાહ ને વિજેતા જાહેર કરી ઈનામો આપી નવાજવામાં આવેલ હતા.
નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્‍માબેન વાણી, મેહુલભાઈ ત્રિવેદી, શ્વેતાબેન અંતાણી, ડો.બીનાબેન ત્રિવેદી, મીરાબેન પાંધીએ ઉપસ્‍થિત રહી સેવા આપેલ હતી.

 

(3:56 pm IST)