Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સ્વસ્થ બાળક સ્પર્ધાના વિજેતાને ઇનામ વિતરણ

રાજકોટ : મહિલા અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થય પરત્વેની પ્રવૃતિઓ વધુ સઘન રીતે અમલમાં આવી શકે અને તેની ફલશ્રૃતી થઈ શકે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષની જેમ વર્ષ-૨૦૨૨ ના સપ્ટેમ્બર માસને 'પોષણમાહ' તરીકે ઉજવવાની સુચના મળેલ છે. જે અંતર્ગત મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા 'પોષણમાહ' ની ઉજવણી દરેક આંગણવાડીઓ ખાતે કરવામાં આવે રહી છે.   ત્ઘ્ઝ્રલ્ વિભાગે સ્વસ્થ બાળક સ્પર્ધા પરિક્ષિત બાલવાડી ઇગલ પેટ્રોલ પંપની સામે કુમાર છાત્રાલય ના કમ્પાઉન્ડમાં સવારે ૧૦ કલાકે રાખવામા આવેલ હતી. જેમાં ૬ માસ થી ૫ વર્ષના  સેજા કક્ષાના તમામ બાળકોએ સ્પર્ધામાં  ભાગ લીધેલ હતો  સેજા કક્ષા એ વિજેતા બાળકો માટેની સ્પર્ધાનું આયોજન તા. ૩૦  ના રોજ કરવામાં આવેલ છે જેમાં સેજા કક્ષા એ વિજેતા બાળકોને ૭ માસ થી ૩ વર્ષ અને ૩ વર્ષ થી ૫ વર્ષ ૧૮ બાળકોને બે ગૃપમાં ભાગ પાડવામાં આવેલ અને તમામ ગૃપમાંથી વિજેતા બાળકોને ૧ થી ૩ નંબર આપવામાં આવેલ છે. આ પ્રસંગે શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા, ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહ તેમજ શીશુ કલ્યાણ વિભાગના ચેરમેન  જ્યોત્સનાબહેન ટીલાળા  ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.સી.ડી.એસ. શાખા અધિકારી હિરાબહેન રાજશાખા, સી.ડી.પી.ઓ. મનિષાબા ઝાલા, તૃપ્તીબહેન કામલીયા તેમજ તમામ સેજાના સુપરવાઈઝર અને આંગણવાડી વર્કર-હેલ્પર ઉપસ્થિત હતા.

(4:23 pm IST)