Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

શહેર ભાજપ મહિલા મોરચો અમદાવાદ રવાના

 અમદાવાદ જીએમડીસી કન્વેનશલ હોલ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાનીના હસ્તે કમલશકિત (મહીલા કોન્કલેવ)નું લોચીંગ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની આગેવાનીમાં ૧પ૦ થી વધુ બહેનો ત્રણ બસોમાં રવાના થયા હતા. આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ મહિલા મોરચાના બહેનોને પ્રસ્થાન કરાવેલ હતું.

(4:24 pm IST)