Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કાલથી ખાદી ખરીદીમાં ૪૦% વળતરનો પ્રારંભ

પરપ્રાંતિય ખાદીમાં પણ ૨૦% વળતર : દિવાળી સુધી રવિવારે પણ ખાદીભવનો ખુલ્લા રહેશે

રાજકોટ તા. ૧ : સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા આ વર્ષે પણ બીજી ઓકટોબરથી ખાદીમાં ૪૦% વળતર આપવાનું જાહેર કરાયુ હોવાનું સમિતિના પ્રમુખ દેવેન્દ્રકુમાર દેસાઇએ જણાવ્યુ છે.

દર વર્ષની જેમ બીજી ઓકટોબરથી આખા દેશમાં અને ગુજરાતમાં ખાદી વેચાણ ઝુંબેશ શરૃ થશે. સોરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા ગુજરાતમાં સુતી ખાદીમાં ૪૦% અને પરપ્રાંતની ખાદીમાં ૨૦% વળતર જાહેર કરાયુ છે. આ વળતર તા. ૨ ઓકટોબરથી શરૃ કરીને તા. ૩૦ નવેમ્બર સુધી અપાશે. ઉપરાંત તા. ૧ ડીસેમ્બરથી તા. ૩૧ માર્ચ સુધી ગુજરાતી સુતી ખાદી ઉપર ૩૦% અને ગુજરાત ગરમ ખાદીમાં ૨૫%, ગુજરાત રેશમ ખાદીમાં ર૦% અને પરપ્રાંતની ખાદીમાં ૧૫% વળતર અપાશે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના રાજકોટ, જામનગર, જેતપુર, જુનાગઢ, વેરાવળ, માંગરોળ, જામખંભાળીયા, લીંબડી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, પાલનપુરમાં ભવન-ભંડારો ઉપર આ વળતરનો લાભ અપાશે.

ઉલ્લેખનીય છે કે આ ભવનો અને ભંડારોમાં ખાદી ઉપરાંત ગ્રામોદ્યોગના ગુણવતાસભર ન્હાવા-ધોવાના સાબુ, શેમ્પુ, લીકવીડ સોપ અને ડીટરજન્ટ, તેલ, મસાલાસ્ટીલ-વુડન ફર્નીચરનું પણ વેંચાણ કરવામાં આવે છે.

સમિતિના વેચાણ કેન્દ્રોમાં દિવાળી સુધી સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખરીદી કરી શકાશે. દીવાળી સુધીમાં આવતા સાપ્તાહીક રવિવારોની રજાના દિવસોમાં પણ વેચાણ ચાલુ રહેશે. તેમ અંતમાં દેવેન્દ્રભાઇ દેસાઇએ જણાવેલ છે.

(4:40 pm IST)