Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મધુરમ પાર્કની રોડ કપાતમાં કોઇને અન્યાય નહી થાય : પ્રદિપ ડવ

હજુ મકાન પાડવાની કોઇ વાત નથી માત્ર લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટનો ઠરાવ થયો છે : અસરગ્રસ્તોના વાંધા સુચનો સાંભળી વૈકલ્પિક જગ્યા કે રોકડ વળતર પણ અપાશે : આજે એકત્રીત થયેલા લોકોને કોઇએ ગેરમાર્ગે દોર્યા છે : મેયરની સ્પષ્ટ વાત

રાજકોટ તા. ૩૦ : મવડી વિસ્તારના વોર્ડ નં. ૧૨માં અંકુરનગર - મધુરમ પાર્કની રોડ કપાતમાં ૧૧૫ જેટલા મકાનો પાડવાની વાતો ફેલાતા આજે સવારે લોકોના ટોળાએ એકત્રીત થઇ અને મ.ન.પા.ના શાસકો સામે બેફામ આક્ષેપો કરી રોષ વ્યકત કર્યો હતો ત્યારે આ ઘટના બાબતે વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર એવા મેયર ડો. પ્રદિપ ડવે આ બાબતે સ્પષ્ટ કર્યું હતું કે, હાલમાં મકાનો પાડવાની કોઇ વાત નથી, રોડ કપાતનો માત્ર ઠરાવ થયો છે અને જેનાં મકાનો કપાતમાં હશે તેના વાંધા - સુચનો સાંભળી તેઓને પુરો ન્યાય અપાશ માટે આજે મધુરમ પાર્કના રહેવાસીઓને કોઇએ ખોટી સમજણ આપી ગેરમાર્ગે દોરતા ખોટો ગભરાટ ફેલાયો હતો.

મેયરશ્રીએ આ બનાવની સ્પષ્ટતા કરી જણાવેલ કે, અંકુરનગર - મધુરમ પાર્કના જુના ૧૯૯૮માં બનેલા રોડને હવે પહોળા કરીને સીધો ૧૫૦ રીંગ રોડને જોડી ગોંડલ રોડ સાથે જોડવા માટે હજુ માત્ર સ્ટેન્ડીંગ કમિટિમાં લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટનો ઠરાવ કરાયો છે.

આ ઠરાવ બાદ હવે રોડ કપાતના અસરગ્રસ્તોનો સર્વે થશે ત્યારબાદ નોટીસો આપી વાંધા સુચનો સાંભળવામાં આવશે અને ત્યારબાદ જેટલા મકાનો કપાતમાં આવશે તે મકાન ધારકોને વૈકલ્પિક જગ્યા કે રોકડ વળતર આપવામાં આવશે. આમ આ રોડ કપાતમાં કોઇને અન્યાય નહી થાય. રહેવાસીઓની માંગણી મુજબ જ કાર્યવાહી થશે માટે હાલમાં મકાનો પાડવાની કોઇ વાત નથી તેવું મેયરશ્રીએ આ તકે સ્પષ્ટ કર્યું હતું.

(3:31 pm IST)