Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ખેડૂતો માટે પ૩૧ કરોડનું પેકેજ આવકાર્યઃ ખુશી લહેરાવતા બોદર

રાજકોટ તા. ૧ : જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યુ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લોક કલ્યાણની વિવિધ યોજનાઓને વધુ લોકભોગ નકકર આયોજનો સાથે આકાર આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી તેમજ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલના માર્ગદર્શનવાળી અને ગુજરાત સરકારના પ્રવકતા અને કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ગુજરાત રાજયના ખેડુતો માટે પ૩૧ કરોડ રૂપિયાના પેકેજ તેમજ હેકટરદીઠ ૬૮૦૦ રૂપિયાની ખેડુત હિતલક્ષી જાહેરાત શ્રી ભુપતભાઇ બોદરએ કોઇ પણ અસરગ્રસ્ત ખેડુત રાજય સરકારની સહાયથી બાકાત ના રહે તેમાટે રાજય સરકારને રી-સર્વે માટે રજુઆત કરવામાં આવેલ હતી. ત્યારે સરકારે આ રજુઆતો ગ્રાહ્ય રાખીને ખેડુતો પ્રત્યે સહાનુભુતિની ભાવના દાખવી રાજયના ખેડુતો માટે પ૩૧ કરોડ રૂપિયાના ગુજરાત પેકેજની જાહેરાત કરી છે તે બદલ અભિનંદન પાઠવેલ છે.

(2:11 pm IST)