Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રાજકોટ ટાઢુબોળ, વાદળોની જમાવટ

કોઈ- કોઈ સ્થળોએ કરા સાથેનો વરસાદ પણ ખાબકે

આજે અમરેલી, જામનગર, ભાવનગર, રાજકોટ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ વરસાદની વધુ શકયતાઃ તા.૪ ડિસેમ્બરથી વાતાવરણ ચોખ્ખું બનશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧: સમગ્ર રાજયમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ઠેર- ઠેરથી કમોસમી વરસાદના વાવડ મળી રહ્યા છે. દરમિયાન હવામાન ખાતુ કહે છે કોઈ- કોઈ સ્થળોએ તો ગાજવીજ વરસાદ સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનથી ગુજરાત સુધી લંબાયું છે. જેની અસરરૂપે હજુ બે દિવસ એટલે કે તા.૩ ડિસેમ્બર સુધી રાજયભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. આજે અમરેલી, જામનગર, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની વધુ શકયતા રહેલી છે. તા.૩ ડિસે. સુધી આવું જ વાતાવરણ જોવા મળશે. તા.૪ ડિસે.થી વાતાવરણ ચોખ્ખુ બનશે.

બીજુ એક લોપ્રેસર પણ મધ્ય અરબી સમુદ્રમાં આજે બન્યઁું છે. આ સિસ્ટમ્સનો કોઈ ટ્રેક કંઈ દિશામાં ફંટાય તેના ઉપર નિર્ભર છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ આજે વ્હેલી સવારથી ધાબડીયું વાતાવરણ જોવા મળે છે. જેના લીધે વાતાવરણ ઠંઠુગાર બન્યું છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જો કે આજે સવારનું લઘુતમ તાપમાન ૨૦.૮ ડીગ્રી નોંધાયું છે.

(12:29 pm IST)