Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ૭૦ ટકા મગફળીનો જથ્થો ઢાંકી દેવાયો...

રાજકોટઃ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ યાર્ડમાં ખૂલ્લામાં પડેલ ૭૦ ટકા મગફળીનોે જથ્થો ઢાંકી દેવાયો હોવાનું યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યુ હતુ. હવામાન ખાતા દ્વારા વરસાદી આગાહીની કરાઈ તે પૂર્વે રાજકોટ યાર્ડમાં ૩ દિ' પહેલા ૧ લાખ મગફળીની ગુણીની આવકો થઈ હતી. જેમાંથી ૫૦ ટકા જથ્થો વેચાઈ ગયેલ હતો, બાકીની ૪૫૦૦૦ ગુણીનો જથ્થો પડતર હતો ત્યાં જ વરસાદની આગાહી થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. જો કે યાર્ડના સંચાલકોએ વેપારીઓના સહકારથી મોટાભાગની મગફળીનોે જથ્થો તાલપત્રીથી ઢાંકી દીધો છે. સવાર સુધીમાં ૭૦ ટકા મગફળીનો જથ્થો ઢાંકી દેવાયો હતો. બપોર સુધીમાં ૧૦૦ ટકા મગફળીનો જથ્થો ઢાંકી દેવાશે તેમ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યુ હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:29 pm IST)