Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઉમાપાર્ક સોસાયટીમાં પેવર કામ

 વોર્ડ નં. ૧૦ના યુનિવર્સિટી રોડ પાસે આવેલ ઉમાપાર્ક સોસાયટી ખાતે પેવર રોડના કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતું. આ પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, શહેર ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રભારી પ્રવિણભાઈ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, શહેર યુવા મોરચાના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા તથા વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ પ્રવિણભાઈ ભુવા, જમનભાઈ કડીવાર, રસીકભાઈ ભલાણી, રામજીભાઈ સંતોકી, કાન્તીભાઈ મલ્લી, મનસુખભાઈ ફળદુ, મનસુખભાઈ લાડાણી, રાજુભાઈ બેરા, અશ્વિનભાઈ પટેલ, કાનાણીભાઈ, છગનભાઈ નાગપરા, સવિતાબેન નાગપરા, રીટાબેન ગમઢા, નેહાબેન વાછાણી, નિકેતાબેન મણવર, મીરાબેન મેઘપરા, મયુરીબેન વાંસજાળીયા, વિજયાબેન બાવરવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:52 pm IST)