Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

હનીટ્રેપના ગુનામાં પકડાયેલ મહિલા આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧: અત્રે હનીટ્રેપના ગુનામાં પકડાયેલા મહિલા/આરોપીને જામીન ઉપર મુકત કરવા કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના 'કુવાડવા રોડ' પોલીસ સ્ટેશનના ગુનાથી ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૮૬, ૧ર૦(બી), ૩ર૩, પ૦૬(ર) ત્થા જી.પી. એકટ કલમ ૧૩પ મુજબની ફરીયાદ-ફરીયાદી હર્ષદભાઇ કેશવજીભાઇ અઘારાએ આ કામના આરોપી હંસાબેન સિંધુભાઇ અઘોલા સામે નોંધાવેલી, જે ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીએ પુર્વ આયોજીત કાવતરૂ રચી આરોપી સાથેની અન્ય આરોપી બહેનએ લગ્ન કરવાની લાલચ આપી, ફરીયાદીને ઘરે બોલાવી, ઘરે અભદ્રવર્તન કરાવી, તે સમયે આયોજન મુજબ હાલના અરજદાર/આરોપી આવી જતા, કાકી તરીકે ઓળખાણ આપી, ફરીયાદીને ધમકાવી તેમની સાથે અન્ય આરોપીઓ સાથે મળીને રૂ. ૧,પ૦,૦૦૦/- પડાવેલા, જે તપાસના આધારે આરોપી બહેનની ધરપકડ કરી, કોર્ટમાં રજુ કરતા, જેલ હવાલે રહેલા આરોપી બહેને પોતાને જામીન ઉપર મુકત થવા માટે જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજ સાહેબની કોર્ટમાં જામીન અરજી ગુજારતા કેસની હકીકત તેમજ બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાને લઇને જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજ શ્રી કે. ડી. દવે આરોપીને રૂ. રપ,૦૦૦/-ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ એન. બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ. કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી. બાવળીયા, પ્રકાશભાઇ એ. કેશુર, સી. એચ. પાટડીયા, જયેશભાઇ જે. યાદવ, એન. સી. ઠકકર વગેરે રોકાયેલા હતા.

(2:52 pm IST)