Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રૂ. રર લાખના ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલા આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૧ :  રૂપિયા રર લાખ ના કેફી પદાર્થ એવા ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલા આરોપીની જામીન અરજી ફગાવી કોર્ટે દેતી હતી.

ગતા તા. ૧૬-૪-૧૯ના રોજ જંગલેશ્વર વિસ્તારમાંથી નશીલા પદાર્થ ડ્રગ્સ અલ્પ્રાઝોલમ રર૩ ગ્રામથી વધુના માદક પદાર્થ સાથે પકડાયેલ મહિલા આરોપી જુબેદાબેન ઇબ્રાહીમભાઇ બેલીમ રહી. આજી નદીના કાઠે જંગલેશ્વર વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેલમાંથી મહિલા આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ્ધ કરતા રજુઆત કરેલ કે આરોપી ડ્રગ્સ સાથે પકડાયેલ છે. જેની કિંમત રર લાખથી વધુ થાય છે. અને આવા આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે અને યુવાધનને નશાની રાહમાં ધકેલી દેશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલી તેને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી યુ.ટી. દેસાઇએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:53 pm IST)