Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રેલનગર સંતોષીનગરમાં લાખા વકાતરના મકાનમાં દરોડો : પત્તા ટીચતા પાંચ પકડાયા

ક્રાઇમ બ્રાંચની ટીમે મકાન માલીક લાખા વકાતર, યુસુફ ખીરા, વાલા ટોયટા, કાના બાંભવા અને વિમલ દોશીની ધરપકડ કરી : ૮૪ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧ : રેલનગર પાસે સંતોષનગર મફતીયાપરામાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રેલનગર પાસે સંતોષીનગરમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. પ્રદિપસિંહ, નગીનભાઇને બાતમી મળતા સંતોષીનગર મફતીયાપરા આવેલા મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક લાખા ખોડાભાઇ વકાતર, જામનગર ગુલાબનગર મોહનનગરના ઢાળીયામાં રહેતો. યુસુફ આમદભાઇ ખીરા, રૈયાગામ આલાપગ્રીન સીટી પાસે રહેતો કાનો દેવાભાઇ બાંભવા અને ગાયકવાડી શેરી નં. ૧૧ના વિમલ અમૃતલાલભાઇ દોશી પકડી લઇ રૂ. ૮૪૯૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, વિરેન્દ્રસિંહ, સિધ્ધરાજસિંહ, મયુરભાઇ પટેલ, અમીતભાઇ, નગીનભાઇ, ભાવેશભાઇ તથા સંજયભાઇ દ્વારા કરવામાં આવી હતી.

લોઠડામાં જુગાર રમતા ૪ ઝડપાયા

લોઠડા ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.ડી.વાળા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દરોડો પાડી લોઠડા ગામ તળાવ પાસે જાહેરમાં જુગાર રમતા લોઠડા ગામમાં રહેતા તળશી ઉકાભાઇ ભાલારા, ગોવિંદ ચોથાભાઇ કુકડીયા, મહેશ નરસિંહભાઇ સોમાણા અને દિનેશ દાનાભાઇ બાવળિયાને પકડી લઇ રૂ. ૩૨૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જુગાર રમતો રાહુલ પકડાયો

ઢેબર રોડ આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયાના ખૂણા પાસે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. આર.જી.પઢારીયા તથા વાલજીભાઇ જાડા સહિતે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા રાહુલ પ્રભાતભાઇ હુંબલ (ઉ.૨૪) (રહે. ગાંધીગ્રામ, શાસ્ત્રીનગર શેરી નં. ૬/૨૦)ને પકડી લઇ રૂ. ૪૧૨૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:54 pm IST)