Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કાલાવડ રોડ પેન્ટાગોન એપાર્ટમેન્ટ પાસે ઝલક નેપાળી પર છરીથી હુમલો

નોકરીમાંથી કાઢી મુકાયેલા પ્રશાંત નેપાળીની જગ્યાએ ઝલકના ભાઇને રખાયો હોઇ ખાર રાખી હુમલો કર્યો

રાજકોટ તા. ૧: કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં ચોકીદારની રૂમમાં રહેતાં અને બહાદૂર તરીકે કામ કરતાં ઝલક સંતોષ થાપા (ઉ.૨૬) નામના નેપાળી યુવાનને અન્ય નેપાળી યુવાન પ્રશાંતે સવારે ઝઘડો કરી છરી મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

ઝલકના ભાઇના કહેવા મુજબ અગાઉ આ પેન્ટાગોન બી-વિંગમાં પ્રશાંત નેપાળી બહાદુર તરીકે કામ કરતો હતો. તેણે શેઠ સાથે ઝઘડો કરતાં તેને નોકરીમાંથી કાઢી મુકાયો છે. તેની જગ્યાએ તેના ભાઇ યામુને કામે રખાયો છે. આ કારણે સવારે પ્રશાંતે યામુ સાથે ઝઘડો ચાલુ કરતાં ભાઇ ઝલક તેને સમજાવવા જતાં તેને છરી ઝીંકી દેવાઇ હતી.

(2:55 pm IST)