Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગુંદાવાડી પોલીસ ચોકી સામે સાડીના વેપારી જેન્તીભાઇ દોમડીયા સાથે ૪૦ લાખ મામલે કોન્ટ્રાકટરનો ડખ્ખો

વૃધ્ધે બાંધકામ કોન્ટ્રાકટર ભૂપતભાઇ મારફત કોમ્પલેક્ષ બનાવડાવ્યું હતું: ઓફિસો વેંચાઇ ન હોઇ પૈસા ચુકવવાના બાકી હોઇ ઉઘરાણી મામલે ડખ્ખોઃ માથાકુટમાં કોન્ટ્રાકટર સાથે તેમના પત્નિ પણ હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: કેવડાવાડીમાં મેઇન રોડ પર શિવાની સીંગ સામે રહેતાં અને ગુંદાવાડી પોલીસ ચોકી સામે એબી કોમ્પલેક્ષમાં ખોડિયાર સાડી નામે દૂકાન ધરાવી ત્યાં વેપાર કરતાં જેન્તીભાઇ ભીખાભાઇ દોમડીયા (પટેલ) (ઉ.વ.૭૦) સાંજે પાંચેક વાગ્યે પોતાની દૂકાને હતાં ત્યારે ભૂપતભાઇ પોપટભાઇ અને તેના પત્નિએ આવી માથાકુટ કરી ધક્કો મારતાં પડી જતાં છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

બનાવ અંગે તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. જેન્તીભાઇના કહેવા મુજબ પોતે સાડીનો વેપાર કરે છે. અગાઉ તેણે ગુંદાવાડી પાસે જ એક કોમ્પલેક્ષનું બાંધકામ કરાવ્યું હતું. જેમાં બાંધકામ કોન્ટ્રાકટર ભૂપતભાઇ રજપૂત છે. આ કામના તેમને રૂ. ચાલીસ લાખ ચુકવવાના બાકી છે. કોમ્પલેક્ષમાં ઓફિસ દૂકાન વેંચી શકાઇ ન હોઇ જેથી તેને પૈસા ચુકવી શકાયા નથી. આ રકમની ઉઘરાણી માટે સાંજે ભૂપતભાઇ અને તેમના પત્નિ દૂકાને આવ્યા હતાં અને ઉઘરાણી મામલે ડખ્ખો કરી પોતાને ધક્કો મારતાં પડી જતાં છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:57 pm IST)