Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ભાજપ અગ્રણી રમેશભાઇ પરમાર અને ધનજીભાઇ પરમારને આંગણે લગ્નોત્સવ

દિકરો ચિ. ઋષીક અને દિકરી ચિ. ધર્મીષ્ઠા અને ચિ. ધારાને આશિર્વાદ પાઠવતા સી. આર. પાટીલજી સહીતના પ્રદેશના આગેવાનો તેમજ રાજકોટ શહેર ભાજપ અગ્રણીઓ

રાજકોટઃ અખીલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ગુજરાત મંત્રી અને શહેર ભાજપ અગ્રણી રમેશભાઇ પરમાર (મો. ૯૪ર૮૦ ૩૭પ૦પ) તથા તેમના ભાઇ ધનજીભાઇ પરમારના આંગણે રમેશભાઇના પુત્ર ચિ. ઋષીક અને ધનજીભાઇની પુત્રી ચિ. ધર્મીષ્ઠા અને ચિ. ધારાના શુભ લગ્નપ્રસંગે અનેક પ્રદેશ ભાજપ અગ્રણીઓ, શહેર ભાજપ અગ્રણીઓ તેમજ રાજકીય, સામાજીક, સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલજી, પ્રદેશ ગુજરાત મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, રાજયના મંત્રી અરવીંદભાઇ રૈયાણી, સાંસદો સર્વેશ્રી મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્યો સર્વેશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય કુવરજીભાઇ બાવળીયા, મેયર ડો. પ્રદિપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, કોર્પોરેશનના શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ડે. મેયર વલ્લભભાઇ દુધાત્રા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય માંધાતાસિંહ જાડેજા તેમજ શહેર ભાજપના હોદેદારો, વોર્ડ-પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારીઓ, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શિક્ષણ સમિતિ સદસ્યો, કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સૌરાષ્ટ્રભરના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજીનું પરમાર પરિવારના રમેશભાઇ પરમાર, ધનજીભાઇ પરમાર, વિમલ પરમાર, તુષાર પરમાર, શ્રેયાંશ પરમાર તેમજ સૌરાષ્ટ્રભરના કોળી સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. ચિ. ઋષીક, ચિ. ધર્મીષ્ઠા અને ચિ. ધારાના લગ્ન પ્રસંગના અવસરે પ્રદેશ ભાજપ અગ્રણીઓ, શહેર ભાજપના આગેવાનો તેમજ શહેરની ધાર્મિક-સામાજીક-સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ તેમજ કોળી સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ પાઠવ્યા હતા.

(2:59 pm IST)