Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

શહેર ભાજપ યુવા મોરચાના હોદેદારોની વરણી

પ્રમુખપદે કિશન ટીલવા : ભટ્ટ, ઝાલા, સેગલીયા, ચાવડા ઉપપ્રમુખઃ કમલેશ મીરાણીની જાહેરાત

રાજકોટ તા. ૧ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં મહાનગર શહેર ભાજપ યુવા મોરચાના હોદેદારોની વરણી જાહેર કરવામાં આવી છે.જે મુજબ પ્રમુખ તરીકે કિશન ટીલવા અને ઉપપ્રમુખ તરીકે પૂર્વેશ ભટ્ટ, જયકીશન જાલા, પ્રવિણ સેગલીયા, જયપાલ ચાવડાની વરણી કરવામાં આવે છે. જયારે મહામંત્રી તરીકે કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાની વરણી કરાઇ છે.

મંત્રી તરીકે પાર્થરાજ ચૌહાણ, સંજય વજકાણી, કેયુર અનડકટ, કરણ સોરઠીયા, સહદેવ ડોડીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે ગૌરવ મહેતા, કાર્યાલય મંત્રી તરીકે સુનીલ ગોહેલ, યુથ ડેવલોપમેન્ટમાં નીરવ રાયચુરા, પોલીસી એન્ડ રીસર્ચમાં અંકીત કુવાડીયા, મીડિયામાં નીલ પટેલ અને સોશ્યલ મીડિયામાં ધ્રુવ કાલરીયાની વરણી કરાઇ છે.આ તમામ નવનિયુકત હોદેદારોને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નીતિન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(3:00 pm IST)