Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

એઈડ્ઝ ભગાવો, જાગૃતિ લાવો...

AIDS એટલે ''એકવાયર્ડ ઈમ્યુનો ડેટ્રીસીયન્સી ઓફ સિન્ડ્રોમ'' ટૂંકમાં અર્થ ''શરીરમાંથી જરૂરી રોગપ્રતિકારક શકિતનો ક્રમશઃ નાશ થવો'' એવો થાય. મનુષ્યમાં આ વાઈરસ HIV- હયુમન ઈમ્યુનો ડેટ્રીસીયન્સી વાઈરસ તરીકે ઓળખાય છે. ઘણાં વર્ષોથી કોઈપણ સામાન્ય વ્યકિતમાં ઉપસ્થિત થતી આ કોષીય સ્થિતિ માટે અનેકવિધ શંકાઓ- સંશયો અને ગેરમાન્યતાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

ગુજરાત રાજય એઈડ્ઝ કંટ્રોલ ઓથોરીટીના નેજા હેઠળ સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ દ્વારા, માહિતી અને જનજાગૃતિના પ્રયત્નો થાય છે. પ્રત્યેક જિલ્લાની સરકારી હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યકિતગત રીતે પણ આ અંગેની સમજણ અને જનજાગૃતિનો કાર્યક્રમો યોજાતા રહે છે. આ માટે નિદાન, દવાઓ, સારવારનો ખર્ચ સરકારશ્રી નિઃશુલ્ક રીતે પૂરી પાડે છે. માહિતી અત્યંત ગુપ્ત રખાય  છે. જેથી સામાજીકતા જળવાય રહે છે. કેટલીક ગેરમાન્યતા અને જાગૃતિ માટે તકેદારી માટેની વિગતો નીચે મુજબ  છે.

ગેરમાન્યતાઓ

 HIV એઈડ્ઝ રોગ નથી, નિયંત્રણમાં રાખવા દવાઓ ઉપલબ્ધ છે. પણ રસી શોધાઈ નથી.

 મારૃં શરીર તંદુરસ્ત છે, મને એઈડ્ઝ થાય જ નહી.

 એઈડ્ઝ તેને જ થાય કે જે બિનસાલમત રીતે શારીરિક સંપર્કમાં આવે પણ આ સિવાય કોઈપણ HIV- એઈડ્ઝ પોઝીટીવ અન્ય વ્યકિતની વચ્ચે લોહીના સીધા સંપર્કમાં આવે તો પણ થાય છે.

 સેકસ વર્કર, હેરસલૂન, ડોકટરની નીડલ વિગેરેમાં તકેદારી રાખવી જરૂરી નથી. ના તકેદારી બંને પક્ષે રાખવી અત્યંત જરૂરી છે.

 HIV એઈડ્ઝ એટલે જીવન પુરૂ... ના પણ  આદ્યુનિક સંશોધનો, નિદાન, દવાઓ અને સારવારથી નિયંત્રિત રાખી લાંબુ જીવન જીવી શકાય છે.

 એઈડ્ઝના વ્યકિતઓ સાથે રહેવાથી, સાથે જમવાથી, હરવા ફરવાથી તકલીફ થાય...ના... આવી કોઈ બાબતથી ડરવાની જરૂર નથી. માત્ર ''લોહીથી લોહીના સીધા જીવંત સંપર્ક''થી જ એઈડ્ઝ થઈ શકે છે. આવી અનેક વિધ બાબતો પ્રત્યે લોકોમાં ગેરસમજો ફેલાય છે. જે માટેના જનજાગૃતિ કાર્યક્રમો ખૂબ જરૂરી છે.

આપણે શું કરી શકીએ?

 નેશનલ એઈડ્ઝ કંટ્રોલ ઓથોરીટી- ન્યૂદિલ્હીના હેલ્પલાઈન નંબર ૧૦૯૭ પરથી વૈજ્ઞાનિક રીતે સાચી માહિતી મળી શકે.

 ગુજરાત સ્ટેટ એઈડ્ઝ કંટ્રોલ ઓથોરીટી- ફોનનં. ૦૭૯૨૨૬૮૦૨૧૧ પરથી પણ માહિતી માર્ગદર્શન મળી શકે.

 તમામ સરકારી હોસ્પિટલો, સી.એચ.સી., પી.એચ.સી. તથા સરકારી દવાખાનામાં નિદાન, સારવાર, માહિતી, માર્ગદર્શન મળી શકે.

 સ્કૂલ, કોલેજ, યુનિવર્સીટી કક્ષાએ જનજાગૃતિ.

 સતત રીતે જાગૃતિ દ્વારા આપણે સૌ HIV એઈડ્ઝ પોઝીટીવને સહાનુભૂતિ- હુંફ અને શકય તેટલી મદદ કરતા રહીએ એ જ અભ્યર્થના.

પિયુષ વી.હિન્ડોચા

શિક્ષણ તજજ્ઞ- રાજકોટ, મો.૯૪૨૮૪ ૬૫૯૮૭

(3:01 pm IST)